- કેનેડાના ક્વિબેક પ્રાંતે તેના નવા ઇમિગ્રેશન લક્ષ્યની જાહેરાત
- ફ્રેંચ ભાષાના પતનને રોકવા માટે ઈમિગ્રેશનના દરને રોકવો મહત્વપૂર્ણ
- પ્રાથમિકતા ફ્રેન્ચ ભાષાનું રક્ષણ કરવાની કરવાની જરૂર: લેગૉલ્ટ
કેનેડા સરકાર ખાલિસ્તાનનું સમર્થન કરીને અને ખાલિસ્તાની નિજ્જરની હત્યાકાંડનો આરોપ ભારત પર લગાવીને પોતાની જ જાળમાં ખરાબ રીતે ફસાઈ ગઈ છે. તેવામાં હવે કેનેડાના ક્વિબેક પ્રાંતમાં તેને અલગ દેશ જાહેર કરવાની ફરી એકવાર માંગ કરતા વાતોએ જોર પકડ્યુ છે.
નવા ઇમિગ્રેશનને લઇ કેનેડાની જાહેરાત
કેનેડાના ક્વિબેક પ્રાંતે તેના નવા ઇમિગ્રેશનને લઇ જાહેરાત કરી છે. ક્વિબેકના પ્રીમિયર ફ્રાન્કોઈસ લેગૉલ્ટે બુધવારે જાહેરાત કરી હતી કે 2024માં તેમની સરકારનું ઇમિગ્રેશન ધ્યેય આ વર્ષની જેમ લગભગ 50 હજાર નવા આવનારાઓને આવકારવાનું રહેશે. પરંતુ સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, આવતા વર્ષે દાખલ થનારા ઇમિગ્રન્ટ્સની વાસ્તવિક સંખ્યા 60 હજારને વટાવી જશે.
ફ્રેંચ ભાષાના પતનને રોકવા માટે ઈમિગ્રેશનના દરને રોકવો મહત્વપૂર્ણ
વાર્ષિક ઈમિગ્રેશન રેટ વધારવા માંગતા નથી કારણ કે આમ કરવાથી પ્રાંતમાં ફ્રેન્ચ ભાષાને ખતરો પડશે. ફ્રેંચ ભાષાના પતનને રોકવા માટે ઈમિગ્રેશનના દરને રોકવો મહત્વપૂર્ણ છે. દસ્તાવેજ કહે છે કે ક્વિબેક આશરે 50 હજાર લોકોને આવકારશે, જેમાં કુશળ કામદારો, શરણાર્થીઓ અને પરિવારો, તેમજ ફ્રેન્ચ-ભાષાના યુનિવર્સિટી પ્રોગ્રામના અંદાજિત 6,500 સ્નાતકો અને આશરે 6 હજાર લોકો જે સ્ટ્રીમ દ્વારા અરજીઓ સ્વીકારશે. લેગૉલ્ટે જાહેરમાં જણાવ્યું છે કે તેમની પ્રાથમિકતા ફ્રેન્ચ ભાષાનું રક્ષણ કરવાની છે અને મજૂરોની અછતને દૂર કરવા માટે વ્યવસાય ક્ષેત્રને ખુશ કરવાનો પ્રયાસ કરે છે.
રાજ્યો પણ સ્વતંત્રતાની કેમ કરી માંગ?
કેનેડામાં, માત્ર ક્વિબેક જ નહીં, પરંતુ કાસ્કેડિયા, વેસ્ટર્ન કેનેડા, આલ્બર્ટા અને સાસ્કાચેવાન જેવા રાજ્યો પણ સ્વતંત્રતાની માંગ કરી રહ્યા છે. ક્વિબેક સાર્વભૌમત્વ ચળવળ હેઠળ, તેના સમર્થકો કેનેડાથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. નિજ્જર વિવાદ વચ્ચે, ક્વિબેક પાર્ટીના નેતા પોલ સેન્ટ-પિયર પ્લેમોન્ડન કહે છે કે કેનેડામાં રહેવાનો અર્થ સરકાર સાથે કોઈ સમાધાન નથી. તેમણે કેનેડાથી ક્વિબેકની સ્વતંત્રતાને સમર્થન આપતાં કહ્યું કે ક્વિબેકને કેનેડાથી અલગ કરવા માટેની સંઘવાદી દલીલ "ક્યારેય નબળી રહી નથી". તેમને લાગે છે કે બલિદાન વિના આઝાદીની કોઈ શક્યતા નથી અને તેઓ તેના માટે તૈયાર છે.