• ભારતીય મૂળના વિવેક રામાસ્વામી રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર
  • વિવેક રામાસ્વામીએ USના રાષ્ટ્રપતિ બનવાને લઇ આપ્યું નિવેદન
  • "75 ટકાથી વધુ ફેડરલ વર્કફોર્સ અને FBI જેવી ઘણી મોટી એજન્સીઓને બરતરફ કરશે"

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવારીનો દાવો કરી રહેલા ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ કહ્યું છે કે, જો તેઓ 2024ની ચૂંટણી જીતશે તો તેઓ 75 ટકાથી વધુ ફેડરલ વર્કફોર્સ અને FBI જેવી ઘણી મોટી એજન્સીઓને બરતરફ કરશે. 

ભારતીય મૂળના વિવેક રામાસ્વામી રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી રહેલા ભારતીય મૂળના અમેરિકન વિવેક રામાસ્વામીએ એક ચોંકાવનારી વાત કહી છે. ભારતીય મૂળના અમેરિકન વિવેક રામાસ્વામીએ કહ્યું છે કે, જો તે 2024ની ચૂંટણી જીતશે, તો તે 75 ટકાથી વધુ ફેડરલ વર્કફોર્સને બરતરફ કરી દેશે અને FBI જેવી અનેક મહત્ત્વની એજન્સીઓને બંધ કરી દેશે.

વિવેક રામાસ્વામીએ USના રાષ્ટ્રપતિ બનવાને લઇ આપ્યું નિવેદન

અમેરિકન ન્યૂઝ વેબસાઈટ એક્સિઓસને આપેલા ઈન્ટરવ્યુમાં રામાસ્વામીએ કહ્યું કે તેમનું લક્ષ્ય શિક્ષણ વિભાગ, એફબીઆઈ, બ્યુરો ઑફ આલ્કોહોલ, ટોબેકો, ફાયરઆર્મ્સ એન્ડ એક્સપ્લોઝિવ્સ, ન્યુક્લિયર રેગ્યુલેટરી કમિશન, (આંતરિક રેવન્યુ સર્વિસ) આઈઆરએસ અને વાણિજ્ય વિભાગ હશે.

 ભારતીય મૂળના અમેરિકન વિવેક રામાસ્વામીએ વધુમાં કહ્યું હતું કે, 'અમે પહેલા દિવસથી શરૂઆત કરીશું અને અમે પ્રથમ વર્ષના અંત સુધીમાં 50 ટકાનો ઘટાડો હાંસલ કરવા માંગીએ છીએ. "ધ્યાનમાં રાખો કે આ કર્મચારીઓમાંથી 30 ટકા આગામી પાંચ વર્ષમાં નિવૃત્તિ માટે પાત્ર છે," રામાસ્વામીએ જણાવ્યું હતું. "તેમાં કોઈ શંકા નથી, પરંતુ તે લાગે છે તેટલું આસાન નથી," આ દાવો કરતા જ USમાં વિરોધપક્ષ દ્વરા અનેક વિરોધ કરવામાં આવી રહ્યા છે. 



  • Follow us on: