- BRI યોજનાને લઈને ચીન ફરી ટીકા કરવામાં આવી
- અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર આપી માહિતી
- પ્રોજેક્ટ મૂળભૂત ઢાંચામાં ખામીઓની ભરપાઈ કરશે
ભારતમાં G20 સંમેલનની શાનદાર શરૂઆત થઈ ચૂકી છે. આ સમિટમાં ઘણી બધી યોજનાઓ અને પ્રોજેક્ટ અંગે ઊંડી ચર્ચા થવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન ફાઈનરે જણાવ્યું હતું કે, ભારત, અમેરિકા, યુએઈ, સાઉદી અરબ અને યુરોપ રેલવે તથા શિપિંગ કોરિડોર સાથે જોડાયેલા અભૂતપૂર્વ ઢાંચાની પહેલ કરવા જઈ રહ્યા છીએ. વેપાર વાણિજ્ય, એનર્જી અને ડિજિટલ ક્નેક્ટિવિટીને વધારી દેવામાં આવશે. જોકે, BRI યોજનાને લઈને ચીનની પણ ટીકા કરવામાં આવી હતી.
ખામીઓને ભરપાઈ કરશે પ્રોજેક્ટ
સુરક્ષા સલાહકાર જોન ફાઈનરે કહ્યું હતું કે, પ્રોજેક્ટ મૂળભૂત ઢાંચામાં જે ખામીઓ છે એને ભરપાઈ કરશે. આ પ્રોજેક્ટ હાઈલેવલનો, પારદર્શક અને ટકાઉ રહેશે. કોઈ પણને આ પ્રોજેક્ટમાં જોડાવવાની છૂટ છે. પણ પહેલા જરૂરિયાત અથવા માંગના હિસાબથી જોડાઈ શકે છે. ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવનો મુદ્દો ખૂબ જ અલગ છે. BRI માટે ચીનની ટીકા થઈ રહી છે. એને દેશ પર થોંપવામાં આવી રહ્યું છે. જેના કારણે પાર્ટનર દેશ પર દેવું વધી ગયું છે. આ સમગ્ર પ્રોજેક્ટ પારદર્શી ન હોવાને કારણે, થોપી બેસાડવાને કારણે અને માપદંડો સાથે ખોટી રીતે બાંધછોડ થતી હોવાના આરોપ લાગેલા છે. આ પહેલા બાઈડેન શાસન પહેલ પશ્ચિમી એશિયાને લઈને મોટી રણનીતિનો એક ભાગ છે.
માહોલ શાંત કરવાનો અમેરિકાનો પ્રયાસ
આ સમગ્ર કોરિડોરની ઉપયોગીતાને ધ્યાને લઈને આગળના પગલાં લેવામાં આવશે. જેથી કરીને દુનિયાના ત્રણ ક્ષેત્રોને જોડીને સમગ્ર સંપન્નતાને આગળ વધારી શકાય. મૂળભૂત ઢાંચામાં જે ખામીઓ છે એને ભરવાનું આ પ્રોજેક્ટ કરશે. મધ્યમ આવક ધરાવતા દેશમાં આ પ્રકારની ખામી જોવા મળી રહી છે. ખાસ તો મીડલ ઈસ્ટને અસુરક્ષા અને હલચલ પેદા કરવા માટે જવાબદાર ગણવામાં આવે છે. આ પ્રોજેક્ટ થકી અમેરિકાનો એવો પ્રયાસ છે કે, સમગ્ર ઉહાપોહના માહોલને શાંત કરીને ક્નેક્ટિવિટી વધારવામાં મદદ મળી રહે. આ સમગ્ર પરિયોજના થકી એક હેતુ આ સમગ્ર ક્ષેત્રમાં વધી રહેલા દબાણને ઓછો કરવાનો અને સ્થિરતા લાવવાનો છે. ચીની એક મહત્વકાંક્ષી પરિયોજના, ઊંચા માપદંડ અને અપારદર્શકતા યોગ્ય નથી.