- ઈઝરાયેલે ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન કર્યું તેજ
- ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ
- તમામ પેલેસ્ટિનિયન બંધકોને મુક્ત કરો: હમાસ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે.છેલ્લા 20 દિવસથી ચાલી રહેલું યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે તો અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેવામાં હવે ઈઝરાયેલ અને હમાસ યુદ્ધમાં એક નવો વળાક આવ્યો છે. આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલને બંધકોને મુક્ત કરવાની ઓફર કરી છે.
ઈઝરાયેલ અને હમાસ યુદ્ધ બન્યું ઉગ્ર
છેલ્લા 20 દિવસથી ચાલી રહેલું ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવત છે. બન્ને પક્ષ દ્વારા ઘાતક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. તો હમાસ પણ અનેક આતંકી ષડયંત્રમાં ઇઝરાયેલને ફસાવવા માગે છે. તેવામાં હવે ઇઝરાયેલ પણ વળતો જવાબ આપી રહ્યું છે. તેવામાં હવે આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલના બંધકોને મુક્ત કરવાની ઓફર કરી છે. ઓફર બંધકોના વિનિમય માટે કહે છે. જોકે, હમાસે કહ્યું છે કે જો ઇઝરાયેલ આ ઓફર સ્વીકારે છે તો તેણે તમામ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા પડશે. હમાસ બાદ ઈઝરાયેલે પણ હમાસને આવી જ ઓફર કરી છે.
હમાસના પ્રવક્તાએ શું કહ્યું?
28 ઓક્ટોબરે હમાસના પ્રવક્તાએ કહ્યું હતું કે, ઇઝરાયલે તમામ પેલેસ્ટિનિયન બંધકોને મુક્ત કરવા પડશે. હમાસ અને ઈઝરાયેલના આ નિવેદન એવા સમયે આવ્યા છે જ્યારે સમગ્ર ગાઝા શહેર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે. દરમિયાન, ઇઝરાયેલની સેનાએ પેલેસ્ટિનિયન વિસ્તાર ગાઝામાં તેના હવાઈ હુમલાના અભિયાનને વધુ ઘાતક બનાવ્યું છે.
ગાઝાના લોકોને ચેતવણી ભર્યો ઈઝરાયેલનો પત્ર
ઈઝરાયેલે હવાઈ હુમલા દરમિયાન ગાઝા શહેરમાં સૂચના લેટર મોકલ્યો છે. તેમાં લખ્યું છે કે, ગાઝા શહેર હવે યુદ્ધનું મેદાન બની ગયું છે. ગાઝાના લોકોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે વિસ્તાર ખાલી કરી દે અને દરેક વ્યક્તિ સલામત સ્થળે ખસી જાય. ઈઝરાયેલે કહ્યું છે કે, ઉત્તર ગાઝા સહિતનો સમગ્ર વિસ્તાર હવે રહેવા યોગ્ય નથી.
ટેન્ક અને ફાયતર વિમાન સાથે ગાઝામાં યુદ્ધને લઇ સજ્જ
ગાઝામાં ઈઝરાયેલ દ્વારા મચેલી તબાહી વચ્ચે હવે હમાસ તરફથી બંધકોને મુક્ત કરવાની ઓફર આવી છે. હમાસ દ્વારા સંચાલિત ટેલિવિઝન ચેનલ એલ્સ્કા પર એઝેદ્દીન અલ-કાસમ બ્રિગેડ્સના પ્રવક્તા અબુ અવેદાએ જણાવ્યું હતું કે, અમારી પાસે મોટી સંખ્યામાં દુશ્મન કેદીઓ છે. આ તમામ કેદીઓને મુક્ત કરવાની કિંમત પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાની છે. આ દરમિયાન એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, ઈઝરાયેલે ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન પણ તેજ કર્યું છે. ઇઝરાયેલ મોટી સંખ્યામાં ટેન્ક અને પાયદળ સાથે ગાઝામાં પ્રવેશ કરી રહ્યું છે. હવે ગાઝામાં હમાસના આતંકીઓ અને તેના અડ્ડાઓની ખેર નથી.