- આજે 20માં દિવસ પણ ઇઝરાયેલ-હમાસ વચ્ચે મહાજંગ
- ઇઝરાયલે હમાસને જડમૂળથી ખતમ કરવાની લીધી પ્રતિજ્ઞા
- સૈનિકો ગાઝામાં ઘૂસીને હમાસના આતંકીના અડ્ડા કર્યા ધ્વસ્ત
ઇઝરાયલે ગાઝા પટ્ટીનો સંપૂર્ણ પરાસ્ત કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ઈઝરાયેલની સેના ગાઝા પર ચારે બાજુથી હવાઈ હુમલા કરી રહી છે. આ હુમલાઓ વચ્ચે, ઇઝરાયેલી સેનાએ બુધવારે મોડી રાત્રે ગાઝામાં થોડા સમય માટે ઘૂસણખોરી કરી અને હમાસની ઘણી જગ્યાઓને નષ્ટ કરી દીધી. જો કે ઈઝરાયેલની સેનાને હજુ સુધી ગ્રાઉન્ડ ઓપરેશનની પરવાનગી મળી નથી.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ દરેક પસાર થતા દિવસે ડરામણી બની રહ્યું છે. આ યુદ્ધ બદલો લેવાનું છે જે ધીમે ધીમે નરસંહારનું રૂપ લઈ રહ્યું છે. ઇઝરાયલે હમાસના આતંકવાદીઓને સંપૂર્ણ રીતે ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ઈઝરાયેલની સેના બદલો લેવા માટે એટલી હદે ઝૂકી ગઈ છે કે તેણે ગાઝામાં ઘૂસીને હમાસના આતંકવાદીઓના ઠેકાણાઓને ગ્રાઉન્ડ ઓપરેશનની પરવાનગી મળે તે પહેલા જ નષ્ટ કરી દીધા છે.
ઈઝરાયેલની સેનાએ એક વીડિયો શેર કરીને જાણકારી આપી છે કે ઈઝરાયેલની સેનાએ ગાઝામાં મોટી ઘૂસણખોરી કરી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઈઝરાયેલી સૈનિકો ભારે ટેન્ક અને સૈનિકો સાથે ગાઝા સરહદમાં ઘૂસી ગયા અને હમાસની ઘણી જગ્યાઓને નષ્ટ કરી દીધી. આ નાશ પામેલા બેઝમાં એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચ પોસ્ટ પણ સામેલ હતી.
20મા દિવસ પણ ઇઝરાયેલ-હમાસ વચ્ચે મહાજંગ
ઇઝરાયેલી સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના સૈનિકો અને ટેન્કોએ ગુરુવારે રાત્રે ઉત્તરી ગાઝામાં થોડા સમય માટે પ્રવેશ કર્યો હતો અને બે અઠવાડિયાથી વધુના ભારે હવાઈ હુમલા પછી વ્યાપક ભૂમિ ઘૂસણખોરીની આશંકા વચ્ચે ઘણા આતંકવાદી સ્થાનોને નિશાન બનાવ્યા હતા. ગાઝા બોર્ડર પર હજારો ઈઝરાયેલ સૈનિકો ટેન્ક સાથે તૈનાત છે. બુધવારે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ઇઝરાયેલ જમીન પર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યું છે. તે ક્યારે શરૂ થશે તે કહેવાનો તેણે ઇનકાર કર્યો હતો. પરંતુ આ નિવેદન બાદ જ બુધવારે મોડી રાત્રે ઇઝરાયલી સૈનિકો મોટી સંખ્યામાં ગાઝામાં ઘૂસી ગયા હતા અને ભયંકર તબાહી મચાવી હતી. બુધવારની ઘૂસણખોરીમાં ઈઝરાયેલની સેનાએ હમાસના આતંકવાદીઓના ઠેકાણાઓ સાથે અનેક ઈમારતોને પણ નષ્ટ કરી દીધી હતી. યુએસ અને અન્ય અધિકારીઓને ડર છે કે લડાઈ વ્યાપક પ્રાદેશિક સંઘર્ષમાં પરિણમી શકે છે.