• છેલ્લા 21 દિવસથી હમાસ-ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ યથાવત
  • ઇજિપ્ત પર હવાઈ ખતરાને કારણે હુમલો કરવામાં આવ્યો: ઇઝરાયેલી સેના
  • હવાઈ હુમલાનો સામનો કરવા માટે કોમ્બેટ હેલિકોપ્ટર તૈનાત

ઇઝરાયેલી સૈન્યના મુખ્ય સૈન્ય પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે લાલ સમુદ્ર વિસ્તારમાં હવાઈ ખતરો જોવા મળ્યો હતો. આ ખતરાને પહોંચી વળવા માટે કોમ્બેટ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. 

હવાઈ હુમલાનો સામનો કરવા માટે કોમ્બેટ હેલિકોપ્ટર તૈનાત

છેલ્લા 21 દિવસથી હમાસ-ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ યથાવત છે. બન્ને પક્ષ દ્વારા એક બીજા પર ઘાતક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. હમાસના અનેક આતંકીઓને ઇઝરાયેલ સેનાએ ઠાર કર્યા છે. યુદ્ધના કારણે હજારો લોકોના મોત પણ થયા છે. ઇઝરાયેલ દ્વારા હમાસને ખતમ કરવા માટે અનેક રણનીતિઓ બનાવી રહ્યું છે. તેવામાં ઇઝરાયેલી સૈન્યના મુખ્ય સૈન્ય પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે લાલ સમુદ્ર વિસ્તારમાં હવાઈ ખતરો જોવા મળ્યો હતો. આ ખતરાને પહોંચી વળવા માટે કોમ્બેટ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. 

ડેનિયલ હગારીએ કહ્યું કે અમારી સમજ મુજબ ઇજિપ્તમાં જે હુમલો થયો છે તે આ ધમકીને કારણે થયો છે. ઈઝરાયેલ ઈજિપ્ત અને અમેરિકા સાથે કામ કરવાનું ચાલુ રાખશે. ત્રણેય દેશો સાથે મળીને લાલ સમુદ્રના ક્ષેત્રના જોખમો સામે પ્રાદેશિક સુરક્ષાને મજબૂત બનાવશે.

7028 પેલેસ્ટિનિયનો મૃત્યુ પામ્યા

તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 7028 પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે, જેમાંથી 2913 બાળકો છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે.

હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો

નોંધનીય છે કે હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કરીને ઘણા લોકોની હત્યા કરી હતી અને વિદેશીઓ સહિત ઘણા લોકોને બંધક બનાવ્યા હતા. હમાસના આતંકવાદીઓના હુમલામાં અત્યાર સુધીમાં 1400 ઈઝરાયેલી નાગરિકોના મોત થયા છે. આ યુદ્ધનો આજે 21મો દિવસ છે.

  • Follow us on: