બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ આકરા અને વિચિત્ર નિર્ણયો માટે ચર્ચામાં રહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક આકરો નિર્ણય લીધો છે. જેમાં વિદેશી આતંકીઓથી બચવા માટે 12 દેશના નાગરિકો અમેરિકામાં પ્રવેશી શકશે નહીં. ટ્રમ્પની આવા પ્રવેશબંધીના નિર્ણયોની ટીકા થઈ રહી છે. હાલની સરકારની ઈમિગ્રેશન નિતિ સામે સવાલો ઉભા થયા છે.


ચાર દેશના લોકોને વિઝા નહિ મળે

12 દેશોના લોકોને અમેરિકામાં પ્રવેશબાંધી ઉપરાંત અફઘાનિસ્તાન, ઈરાન, સોમાલિયા, યમન જેવા દેશોને વિઝા પણ ન આપવાનો નિર્ણય લીધો છે. વિપક્ષે આ નિર્ણયને અમાનવીય ગણાવ્યા છે. આ નિર્ણયો સોમવારથી લાગુ કરાશે.

 12 દેશ ઉપર પ્રવેશબંધી, 7 ઉપર આંશિક

અફઘાનિસ્તાન, ઈરાન, સોમાલિયા, યમન, મ્યાનમાર, ચાડ, કાંગો, ઇકવેટોરિયલ ગિની, ઇરીટ્રીયા, હૈતી, લિબિયા અને સુદાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાત દેશ ઉપર આંશિક પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેમાં બુરંડી, ક્યુબા, લાઓસ, સિએરા, લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેજુએલાનો સમાવેશ થાય છે. આવા દેશના લોકોને અમુક કારણોસર અમેરિકામાં જવાની મંજૂરી મળશે નહીં.

આ દેશોમાં આતંકવાદીઓની સંખ્યા વધુ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આવા દેશો સાથે જોડાયેલા લોકોની ઓળખાણ કરવી મુશ્કેલ છે કારણ કે તેમ આતંકવાદીઓની સંખ્યા વધુ હોય છે. પ્રતિબંધ એટલા માટે જરૂરી છે કે, કેટલાક દેશ વિઝા સલામતી માટે સહયોગ નથી કરતા. તેમની પાસે મુસાફરોનું યોગ્ય રેકર્ડ નથી હોતું અને અમેરિકા આવીને નિશ્ચિત સમય કરતાં વધુ રોકાય છે. તેમણે અગાઉની તેમની સરકાર વખતે મુસ્લિમ બાહુલ્યવાળા સાત દેશો ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો.

  • Follow us on: