કર્ણાટકના બેંગલોર ખાતે નાસભાગની ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેના હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપીને પરિવારને પ્રસિદ્ધ કથાકાર મોરારિબાપુએ સહાય આપી છે. પ્રત્યેક મૃતકને રૂ.15,000 લેખે કુલ રૂ.1,65,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે.


બેંગ્લોર ખાતે એક તરફ આરસીબીની જીતનો સૌને આનંદ હતો અને બીજી તરફ તે ભવ્ય જીતની ઉજવણીમાં સામેલ ભીડ બેકાબૂ બની હતી અને પરિણામ સ્વરૂપે નાસભાગ મચી જવા પામી હતી. જેમાં 11 યુવાન ભાઈ-બહેનોનાં દબાઈ જવાથી મોત થયા હતા.

રૂ.1,65,000 ની સહાયતા રાશિ અર્પણ

કરુણ ઘટનાથી વ્યથિત થઈને પ્રસિદ્ધ રામ કથાકાર મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને કુલ રૂ. 1,65,000 ની સહાયતા રાશી અર્પણ કરીને એક સંત પરંપરા નિભાવી છે. મોરારીબાપુ આવી કોઈપણ દુ:ખદ ઘટનાઓ વખતે વ્યાસપીઠ ઉપરથી પણ જાહેરમાં અંજલિ આપતા હોય છે. જરૂરિયાત મુજબ સહાયની જાહેરાત પણ કરતાં હોય છે.

દ્વારકામાં ડૂબેલા હતભાગીને પણ સહાય

અકસ્માતની અન્ય એક ઘટનામાં દ્વારકા ગોમતી નદીમાં સ્નાન કરવા ગયેલા યુવકોમાંથી જામનગરમાં રહેતી એકનું તણાઈ જતા દુઃખદ મોત નીપજ્યું હતું. પૂજ્ય બાપુએ તે યુવતીને શ્રદ્ધાંજલિ પાઠવી તેના પરિજનોને રૂ.15,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ સહુ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.


  • Follow us on: