વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 11 વર્ષના શાસનકાળમાં આવેલી યોજનાઓના લીધે નારીશક્તિ નીખરી ઉઠી છે. શિક્ષણ, સ્ટાર્ટપ અને સેના સુધી મહિલાઓને તક મળી છે. PM મોદીનું માનવું છે કે, મહિલાઓ ઘરના ચૂલાથી બજાર આવીને ચાંદ તરફ જઈ રહી છે.
PM મોદીનું મહિલાઓને સશક્ત બનાવવાનું સ્વપ્ન પૂરું થયું છે. જેનું તાજું ઉદાહરણ ઓપરેશન સિંદૂર વખતે માહિતી આપનારા કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમીકાસિંહ છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત આવું થયું છે કે કોઈ યુદ્ધ જેવા ઓપરેશનની માહિતી કોઈ મહિલાઓએ આપી હોય. વડાપ્રધાન મોદીનું માનવું છે કે, દેશ ત્યારે જ વિકાસ કરી શકે જ્યારે દેશમાં રહેવાવાળી સ્ત્રીઓનો વિકાસ થાય.
મહિલાઓની ભાગીદારી વધે તેમ સંખ્યાબંધ યોજનાઓ
11 વર્ષમાં ભારત સરકારે સામાજિક, આર્થિક, રાજનીતિક અને કાનૂની ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધે તેમ સંખ્યાબંધ યોજનાઓ ચલાવી. જેમાં, ઉજ્જવલા યોજના, બેટી બચાઓ-બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ, મુદ્રા યોજનાનો સમાવેશ થાય છે. જેના લીધે આપણા દેશની સ્ત્રીઓ આત્મનિર્ભર બની છે અને ગર્વભેર જીવી રહી છે.
ભૃણ હત્યા રોકવા અને શિક્ષણ ઉપર ધ્યાન
બેટી બચાઓ-બેટી પઢાઓ યોજના અંતર્ગત ભૃણ હત્યા રોકવા અને શિક્ષણ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. વર્ષ 2014-15 માં સ્ત્રી જન્મદર 918 હતો જે 2023-24 માં 930 સુધી પહોંચી ગયો. 2014 માં શાળાઓમાં બાળકીઓનું નામાંકન 75.51% હતું જે 2023-24 માં 78% સુધી આગળ વધ્યું.
યોજનાઓ ઉપરાંત મહિલા રક્ષણના પગલાં
મોદી સરકારે મહિલાઓ માટે કેટલાક મહત્ત્વના પગલાં ભર્યા છે. જેમાં ત્રિપલ તલાક પર રોક, લગ્નની વય 18 થી વધારીને 21 કરવી, લગ્ન પહેલા મહિલાઓને શિક્ષણ અને રોજગારનો અધિકાર, માતૃત્વની 26 સપ્તાહની રજાઓનો સમાવેશ થાય છે.