ભુજ શહેરમાંથી MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને 3.5 ગ્રામ ડ્રગ્સ સાથે પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. ઇકબાલ આમદ માંજોઠીને ડ્રગ્સ, એક્ટિવા, મોબાઈલ સહિત 88 હજારના મુદામાલ સાથે પકડવામાં આવ્યો છે. બે આરોપી વિરુદ્ધ પોલીસે NDPS એકટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. MD ડ્રગ્સ યુવાઓને ગેરમાર્ગે દોરી રહ્યુ છે. તેમના ભવિષ્ય પર ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે પોલીસ આ મામલે કડક પગલાં લે તે જરુરી છે.


3.5 ગ્રામ ડ્રગ્સ સાથે એકની ધરપકડ

MD ડ્રગ્સ સમાજ માટે દૂષણ બની રહ્યુ છે. ત્યારે અવાર નવાર આ MD ડ્રગ્સ પોલીસના હાથે લાગતુ રહે છે. અને તપાસ શરુ કરવામાં આવે છે. હવે ભૂજ શહેરમાંથી પણ ડ્રગ્સના બનાવ સામે આવી રહ્યા છે. MD ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો છે. પોલીસે આરોપી સાથે પૂછપરછ હાથ ધરી છે. ભુજ શહેરમાંથી MD ડ્રગ્સ ઝડપાયુ છે. 3.5 ગ્રામ ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ SOG પોલીસે ઇકબાલ આમદ માંજોઠીની ધરપકડ બાદ મોટા ખુલાસા થવાની આશંકા છે. બે આરોપી સામે પોલીસે ગુનો નોંધ્યો છે. અને અન્ય આરોપીની પોલીસે શોધખોળ શરુ કરી છે.

રાજ્યમાં વધ્યુ ડ્રગ્સનું દૂષણ

રાજ્યમાં યુવાનોને ગેરમાર્ગે દોરવા અને નશાના માર્ગે ચઢાવવા માટે આરોપીઓ ડ્રગ્સનું દૂષણ લાવી રહ્યા છે. રાજ્યના વિવિધ શહેરોમાં MD ડ્રગ્સ ઘૂસાડવાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસે પણ આ માર્ગે કડ઼ક તપાસ હાથ ધરી છે. અને આરોપીઓને કડક સજા કરવા માટે કાર્યવાહી શરુ કરી છે. 

  • Follow us on: