પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે પ્રતિષ્ઠિત ટ્રેન સંખ્યા 94801/94802 અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રૈપીડ રેલને 9 જૂન,2025થી આંબલી રોડ અને સાણંદ સ્ટેશનો પર પ્રાયોગિક આધાર પર વધારાના સ્ટોપેજ આપવામાં આવી રહ્યા છે. આ વધારાના સ્ટોપેજને કારણે આ ટ્રેનના કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન ના સમયમાં આંશિક પરિવર્તન થશે.
અન્ય સ્ટેશનો પર સમયમાં કોઈ ફેરફાર નહીં થાય
9 જૂન,2025થી ટ્રેન સંખ્યા 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રૈપીડ રેલ અમદાવાદ થી 5.30 કલાક ને બદલે 5.25 કલાકે ઉપડશે તથા આગમન/પ્રસ્થાન નો સમય સાબરમતી સ્ટેશન પર 5.35/5.37 કલાકે, ચાંદલોડિયા સ્ટેશન પર 5.40/5.42 કલાકે, આંબલી રોડ સ્ટેશન પર 5.47/5.49 કલાકે, સાણંદ સ્ટેશન પર 5.59/6.01 કલાકે, વિરમગામ સ્ટેશન પર 6.27/6.29 કલાકે, ધ્રાંગધ્રા સ્ટેશન પર 7.14/7.16 કલાકે તથા હળવદ સ્ટેશન પર 7.41/7.43 કલાકનો રહેશે તથા અન્ય સ્ટેશનો પર સમયમાં કોઈ ફેરફાર નહીં થાય.
ટ્રેનને વધારાનું સ્ટોપેજ
એ જ રીતે, 09 જૂન,2025 થી ટ્રેન સંખ્યા 94802 ભુજ – અમદાવાદ નમો ભારત રૈપીડ રેલનો આગમન-પ્રસ્થાનનો સમય સાણંદ સ્ટેશન પર 09.48/09.50 કલાકે,આંબલી રોડ સ્ટેશન પર 09.59/10.01 કલાકે, ચાંદલોડિયા સ્ટેશન પર 10.08/10.10 કલાકે,સાબરમતી સ્ટેશન પર 10.20/10.22 કલાકનો રહેશે તથા અન્ય સ્ટેશનો પર સમયમાં કોઈ ફેરફાર નહીં થાય, વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.