• મેં પ્રેમી નસરુલ્લાહ સાથે લગ્ન નથી કર્યાઃ અંજુ
  • અંજુ પખ્તૂનખાના પારંપરિક પહેરવેશમાં મળી જોવા
  • નવા લૂકને જોઈને અંજુના લગ્નને લઈને અનેક અટકળો

પાકિસ્તાનમાં પ્રેમી નસરુલ્લાહને મળવા ગયેલી અંજુનો નવો લૂક સામે આવ્યો છે. તેમાં તે લગ્નના પહેરવેશમાં જોવા મળી રહી છે. પાડોશી દેશ પહોંચેલી અંજુ સતત કહી રહી છે કે તેણે પ્રેમી નસરુલ્લાહ સાથે લગ્ન નથી કર્યા. પરંતુ કોઈ પણ તેના લૂકને જોઈ લો તો તેના લગ્નને લઈને સવાલો કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે તેની પર શું પ્રેશર છે કે તે ખોટું બોલી રહી છે.

હાલમાં અંજુનો જે નવો લૂક સામે આવી રહ્યો છે તેમાં તે ખૈબર પખ્તૂનખાના પારંપરિક ડ્રેસમાં જોવા મળી રહી છે. આ પારંપરિક ડ્રેસ છે જેને લગ્નના સમયે પહેરવામાં આવે છે. ફોટો જોઈ શકાય છે કે અંજુની સાથે નસરુલ્લાહ પણ બેઠા છે. અંજુએ અહીં પારંપરિક લગ્નનો ડ્રેસ પહેર્યો છે તો નસરુલ્લાહ કાળા રંગના કૂર્તો પહેરીને બેઠા છે. અંજુ- નસરુલ્લાહની આસપાસ કેટલાક લોકોને બેઠેલા જોઈ શકાય છે તો કેટલાક લોકો તેમના ફોટો ક્લિક કરી રહ્યા છે.

ધર્મ પરિવર્તનની વાતને નકારી

અંજુનું કહેવું છે કે પાકિસ્તાનમાં તે પ્રેમી નસરુલ્લાહને મળવા આવી છે. તેણે તેની સાથે લગ્નની વાતને પણ નકારી છે. મળતી માહિતિ અનુસાર અંજુએ ઈસ્લામ ધર્મને કબૂલ્યો છે અને પોતાનું નામ ફાતિમા રાખ્યું છે. આ સમાચારને પણ અંજુ નકારી રહી છે. હવે નવા લૂકને લઈને પ્રશ્નો થઈ રહ્યા છે કે શું અંજુ પાકિસ્તાનમાં કોઈના દબાણમાં છે. આખરે શું કારણ છે કે અંજુ વારંવાર ખોટું બોલી રહી છે જ્યારે નવા લૂક તેની તમામ વાતોને ખોટી ઠેરવી રહ્યા છે.

શું અંજુ કોઈ દબાણના કારણે બોલી રહી છે ખોટું?

એવું જાણવા મળ્યું છે કે અંજુ પાકિસ્તાનમાં કોઈના દબાણમાં છે. તેના અનેક કારણો છે. સૌથી પહેલું એ કે અંજુ મુશ્કેલીથી વીઝા લઈને પાકિસ્તાન પહોંચી. આ સમયે તેણે સ્પષ્ટ કર્યું કે તે મીડિયામાં આવવા ઈચ્છતી ન હતી પણ જ્યારે નસરુલ્લાહને મળવા પહોંચી ત્યારે આ સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે. નસરુલ્લાહના ઘરની બહાર મીડિયા પણ ભેગી થઈ હતી. તેને જોઈને એમ લાગી રહ્યું છે કે જેમકે કોઈએ તેને જાણી જોઈને મીડિયાની સામે લાવવામાં આવી છે.


અન્ય કેટલીક વાતો પણ છે જે ઈશારો કરી રહી છે કે અંજુની ઉપર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. અંજુના વીઝાના સમયે પણ અનેક સવાલો કર્યા છે. 2 વર્ષથી વીઝાને માટે પાકિસ્તાની દૂતાવસાના આંટા મારી રહેલી અંજુને સીમા હૈદરના વીઝાને લઈને પણ સવાલો થયા છે. અંજુના પાકિસ્તાન આવવાની જાણકારી ફક્ત નસરુલ્લાહને હતી પણ ત્યાં પહોંચતા દુનિયાને તેના પ્રેમની જાણ થઈ જે આ વાતનો ઈશારો કરે છે કે કોઈને પ્લાનના આધારે તેની સ્ટોરીને ફેલાવી.

અન્ય એક કારણ પણ છે જે દબાણને સાબિત કરી રહ્યું છે. જેમ અંજુએ પહેલા કહ્યું કે તે મીડિયાની સામે આવવા ઈચ્છતી નથી પણ તે વીડિયો જાહેર કરીને પોતાની વાતો કરી રહી છે. અંજુએ કહ્યું છે કે તે ભારત પરત આવશે. કેટલાક લોકોએ અંજુના કેસમાં પાકિસ્તાની ખુફિયા એજન્સીનો હાથ હોવાની વાત પણ કરી રહ્યા છે. કેમકે અંજુના ધર્મ પરિવર્તને તેને ફાતિમા બનાવી દીધી છે. કેટલાક દિવસો બાદ નસરુલ્લાહ સાથે તેના લગ્નના નિકાહના ફોટો પણ વાયરલ કરી દેવાયા હતા. 

  • Follow us on: