- પાકિસ્તાનની આર્થિક સ્થિતિ નબળી પડી
- PIAના 5 એરલાઇન્સ બંધ હાલતમાં
- અગાઉ પણ ઈન્ટરનેશનલ-ડોમેસ્ટિક ફ્લાઈટ્સ કરી હતી કેન્સલ
પાકિસ્તાનમાં આર્થિક સંકટ સતત વધી રહ્યું છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના 5 બોઇંગ 777 એરક્રાફ્ટને પણ ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે કારણ કે તેમની પાસે એન્જિનને રીપેરિંગ કરવા માટે કોઇ આધુનિક સાધનો નથી.
પાકિસ્તાનમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. તેવામાં લોકો અનેક મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં હવે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના 5 બોઇંગ 777 એરક્રાફ્ટને પણ ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે કારણ કે તેમની પાસે એન્જિન નથી મળતી માહિતી મુજબ પાંચમાંથી 2 પ્લેન હવે કાયમ માટે બંધ થઇ ગયા છે. અને હવે ક્યારેય ઉડશે નહીં. પાકિસ્તાનના આર્ય ન્યૂઝના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કુલ 12 એરક્રાફ્ટમાંથી હાલમાં ફક્ત 7 જ સેવા આપી રહ્યા છે જ્યારે અન્ય એક વિમાન સાઉદી અરેબિયાના બંદર શહેર જેદ્દાહમાં તૂટી પડ્યું હતું.













