- પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ બાઈડેન સાથે બેઠકમાં ભાગ ન લેવાનો કર્યો નિર્ણય
- અબ્બાસે ગાઝાની એક હોસ્પિટલ પર ઈઝરાયેલના કથિત હુમલાના વિરોધમાં લીધો
- આ બેઠકમાં બાઈડેન સાથે ઈઝરાયેલ-હમાસ યુદ્ધની હાલની સ્થિતિ પર ચર્ચા થવાની હતી
પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પશ્ચિમ એશિયાના નેતાઓ સાથેની આજની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. અધિકારીએ કહ્યું હતું કે અબ્બાસે આ નિર્ણય ગાઝાની એક હોસ્પિટલ પર ઈઝરાયેલના કથિત હુમલાના વિરોધમાં લીધો છે. હવે જોર્ડને અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન અને ઇજિપ્ત-પેલેસ્ટિનિયન નેતાઓ સાથેની સમિટ પણ રદ કરી છે.
રાષ્ટ્રપતિ અબ્બાસ જોર્ડનના રાજા અબ્દુલ્લા II અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે આજે અમ્માન જોર્ડનમાં આયોજિત બેઠકમાં ભાગ લેવાના હતા. આ બેઠકમાં તેમણે બાઈડેન સાથે ઈઝરાયેલ-હમાસ યુદ્ધની હાલની સ્થિતિ પર ચર્ચા કરવાની હતી. હમાસના આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે ગાઝાની હોસ્પિટલ પર થયેલા હુમલામાં 500થી વધુ લોકો માર્યા ગયા છે.
જોર્ડનમાં સમિટ રદ્દ
હકીકતમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના વધતા જતા યુદ્ધમાં તણાવ ઘટાડવાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના પ્રયાસોને મંગળવારે જતા પહેલા જ આંચકાનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે જોર્ડને ગાઝાની એક હોસ્પિટલમાં વિસ્ફોટ બાદ આરબ નેતાઓ સાથે પ્રમુખની આયોજિત સમિટ રદ કરી હતી. બાઈડેનની વિદાય બાદ વ્હાઇટ હાઉસના એક અધિકારીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ હવે માત્ર ઇઝરાયેલની મુલાકાત લેશે અને જોર્ડનની તેમની મુલાકાત મુલતવી રાખશે.
ઈઝરાયેલ પર હુમલાનો આરોપ
પેલેસ્ટિનિયન નેતા મહમૂદ અબ્બાસે હુમલાના વિરોધમાં બેઠકોમાંથી પીછેહઠ કર્યા બાદ અમ્માન સમિટ રદ કરવામાં આવી હતી જેને ગાઝામાં હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે ઇઝરાયેલી હવાઈ હુમલાઓ પર દોષી ઠેરવ્યો હતો. ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે તેની કોઈ સંડોવણી નથી અને તેને ખોટી રીતે ફાયર કરાયેલા પેલેસ્ટિનિયન રોકેટ પર દોષિત ઠેરવ્યો છે.
જોર્ડને શરત મૂકી
જોર્ડનના વિદેશ મંત્રી અયમાન સફાદીએ કહ્યું હતું કે આ યુદ્ધ અને આક્રમકતા આ ક્ષેત્રને વિનાશના આરે ધકેલી રહી છે. તેમણે કહ્યું હતું કે જોર્ડન ત્યારે જ સમિટનું આયોજન કરશે જો તમામ સહભાગીઓ તેના હેતુ પર સંમત થાય. જે યુદ્ધને રોકવા પેલેસ્ટિનિયનોની માનવતાનો આદર અને તેમને લાયક સહાય પૂરી પાડવાનો છે.