• મુસ્તાંગ આત્મઘાતી હુમલાને લઈ લોકો ઉતર્યા હડતાળ પર
  • વેપાર-ધંધાઓ બંધ કરીને સ્થાનિકોએ પાક. બંધનું કર્યુ એલાન
  • બલુચિસ્તાનમાં મોટી સંખ્યામાં લોકોએ નારા સાથે કર્યો વિરોધ પ્રદર્શન

પાકિસ્તાનમાં એક બાજુ મોંઘવારી તો બીજી બાજુ આતંકી હુમલા વચ્ચે લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે. રાજકીય પક્ષો પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. પાકિસ્તાન સરકારથી જનતા નારાજ છે તો ક્યાક વિરોધ પ્રદર્શ અને હડતાળ પાડવામાં આવી છે. જો વાત કરવામાં આવે પાકિસ્તાનના મસ્તુંગમાં થયેલા આત્મઘાતી બોમ્બ હુમલાના વિરોધમાં બલૂચિસ્તાનમાં દેશવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે. 

પાકિસ્તાનના મસ્તુંગમાં થયેલા આત્મઘાતી હુમલાના વિરોધમાં બલૂચિસ્તાનમાં દેશવ્યાપી "બંધ" હડતાલ જોવો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ઓછામાં ઓછા 59 લોકો માર્યા ગયા હતા. મસ્તુંગના દૂરના બલુચિસ્તાન જિલ્લામાં આત્મઘાતી હુમલાખોરોએ ઈદ-મિલાદ-ઉન-નબીના જુલુસને નિશાન બનાવ્યું હતું. જેમાં એક પોલીસ અધિકારી સહિત અનેક લોકો માર્યા ગયા અને 100થી વધુ ઘાયલ થયા હતા. ક્વેટા, મસ્તુંગ, ઝિયારત, કલાત અને અન્ય બલોચ શહેરો અને નગરોમાં આતંકી હુમલાના વિરોધમાં તમામ બજારો અને વેપાર ધંધાઓ બંધ પાળ્યા છે. હુમલામાં  મૃત્યુ પામેલા લોકોને ન્યાય મળે તેવી માંગને લઇ લોકો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

સ્થાનિક તંત્ર દ્વારા પાકિસ્તાનની જનતાને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો પણ થઇ રહ્યા છે. જાણવા મળી રહ્યુ છે કે, ઇત્તેહાદે અધિકારીઓ આતંકી હુમલામાં  જે સામેલ તેવા તમામ હુમલાખોરોને કડકમાં કડક સજા આપવામાં આવેશે તેવું લોકોને આશ્વાસ આપવામાં આવી રહ્યા છે. જોકે  શુક્રવારે મસ્તુંગ જિલ્લામાં એક મસ્જિદ પાસે એક આત્મઘાતી બોમ્બરે ઈદ મિલાદુન નબી સંબંધિત જુલૂસની તૈયારી કરી રહેલા લોકોને નિશાન બનાવીને પોતાની જાતને ઉડાવી દીધી હતી. બલૂચિસ્તાનમાં વિસ્ફોટના થોડા કલાકો બાદ બીજો હુમલો ખૈબર પખ્તુનખ્વાના હંગુ શહેરની એક મસ્જિદમાં થયો હતો. આ ઘટનામાં એક પોલીસકર્મી સહિત 5 લોકોએ જીવ ગુમાવ્યા અને 12 લોકો ઘાયલ થયા. આ ઘટના દોઆબા પોલીસ સ્ટેશનની હદમાં નમાજ દરમિયાન આ ઘટના બની હતી . ઘટનાને પગલે પોલીસ કાફલો ખડકાઇ ગયો હતો. પાકિસ્તાન પોલીસે આતંકીઓને પકડવામાટે તપાસ તેજ કરી છે. જોકે આખુ પાકિસ્તાન આ આતંકી હુમલાથી ડરી રહ્યું છે. નાગરિકોની સુરક્ષાને લઇ સ્થાનિકો પાક.સરકાર પર આક્ષેપો કરી રહી છે. 


  • Follow us on: