• ચીને પાકિસ્તાનનો માગ્યો સાથ
  • ચાંગ'E-6 ચંદ્ર મિશનને લઇ કરી તૈયારી
  • ચીનના ચંદ્ર મિશન માટે પાક. આપશે પેલોડ 

વિશ્વ આખુ જાણે છે કે, પાકિસ્તાનની મદદ માટે ચીન હમેશા તૈયાર હોય છે. તેવામાં પાકિસ્તાનનું મિત્ર ચીન હવે અંતરિક્ષમાં પણ તેને સમર્થન આપવા જઈ રહ્યું છે. ચીનની સ્પેસ એજન્સીએ કહ્યું છે કે 2024માં ચંદ્ર મિશન પણ પાકિસ્તાન માટે પેલોડ લઇને જશે. ચાંગ'E-6 ચંદ્ર મિશન હાલમાં યોજના મુજબ સંશોધન અને વિકાસ કાર્ય હેઠળ કાર્યરત કરવા માટે કામગીરી તેજ કરવામાં આવી છે.

વર્ષ 2024માં ચાંગે E-6 મિશન 'ચંદ્ર'

પાકિસ્તાનનું મિત્ર ચીન હવે અંતરિક્ષમાં પણ તેને સમર્થન આપવા જઈ રહ્યું છે. ચીનની સ્પેસ એજન્સીએ કહ્યું છે કે 2024માં ચંદ્ર મિશન પણ પાકિસ્તાન માટે પેલોડ લઇને જશે. ચાંગ'E-6 ચંદ્ર મિશન હાલમાં યોજના મુજબ સંશોધન અને વિકાસ કાર્ય હેઠળ કાર્યરત કરવા માટે કામગીરી તેજ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વર્ષ 2024માં ચાંગે E-6 મિશનનું પ્રક્ષેપણ પ્રસ્તાવિત છે અને આ મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની દૂરની બાજુથી નમૂનાઓ લાવવાનો છે. ચંદ્રમાંથી નમૂનાઓ એકત્રિત કરવા માટે ચીન ચંદ્ર પર અનેક પ્રશિક્ષણ કરી રહ્યું છે. ચીન હવે અંતરિક્ષમાં શું પ્લાન બનાવે છે. તે હવે જોવું જ રહ્યું.

ચીનના ચંદ્ર મિશન માટે પાક. આપશે પેલોડ 

CNSAએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે, ચાંગ'ઇ-6 મિશન વિવિધ દેશોના પેલોડ્સ અને સેટેલાઇટ પ્રોજેક્ટ્સ પર કામ કરશે. જેમાં ફ્રાન્સના ડોર્ને રેડોન ડિટેક્શન ઇન્સ્ટ્રુમેન્ટ, યુરોપિયન સ્પેસ એજન્સીના નેગેટિવ આયન ડિટેક્ટર, ઇટાલીના લેસર રેટ્રોરેફ્લેક્ટર અને પાકિસ્તાનના નાના ઉપગ્રહોનો સમાવેશ થાય છે. જોકે હવે અંતરિક્ષમાં ચીનની મદદ માટે પાકિસ્તાનની જરૂર પડી છે તો હવે જોવાનું એ છે કે, ચીનના ચંદ્ર મિશન પાકિસ્તાન કેવો સાથ આપશે તે હવે મિશનની સફળતા ઉપરથી જ નીરભર કરે છે.


  • Follow us on: