બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને પરત બાંગ્લાદેશ લાવવા ત્યાંની વચગાળાની સરકાર ભારે જહેમત ઉઠાવી રહી છે. આંતરરાષ્ટ્રીય ફોજદારી ટ્રિબ્યુનલનાના સિનિયર વકીલે રવિવારે બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને ભારત સાથે પ્રત્યાર્પણ કરવા જરૂરી પગલાં ઉઠાવશે. તેઓની સરકાર સામે વિદ્યાર્થીઓની આગેવાની ધરાવતા જન-આંદોલન દરમિયાન સામૂહિક હત્યાઓનો આરોપનો કેસ ચલાવાશે.

પૂર્વ પીએમ શેખ હસીના વિરુદ્ધ આકરાં પગલાં

પાંચમી ઓગસ્ટે વિરોધ પ્રદર્શન પછી શેખ હસીનાએ પીએમ પદથી રાજીનામું આપ્યું છે અને ભારત આશરો લેવા પહોંચ્યાં હતાં. આંતરરાષ્ટ્રીય ફોજદારી ટ્રિબ્યુનલના મુખ્ય સંયોજક મોહમ્મદ તાજુલે જણાવ્યું કે જુલાઈ અને ઓગસ્ટમાં વિદ્યાર્થીઓના આગેવાની ધરાવતા પ્રદર્શન દરમ્યાન સામૂહિક હત્યાઓના આરોપનો કેસ ચલાવવા પૂર્વ પીએમ હસીનાને ભઆરતની સાથે પ્રત્યાર્પણ સંધી હેઠળ પરત લાવવા જરૂરી પગલાં લેવામાં આવશે.

 શેખ હસીના સામે ધરપકડ વોરન્ટ

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આઈસીટી સંકુલમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં તેમને જણાવ્યું કે, જ્યારે આંતરરાષ્ટ્રીય ફોજદારી ટ્રિબ્યુનલે પોતાનું કામ ફરીથી શરૂ કરસે, તો અમે સામૂહિક હત્યા અને માનવતા વિરુદ્ધ ગુનાઓ માટે નોંધાયેલા કેસો અંગે શેખ હસીના સહિત તમામ પલાયન આરોપીઓ સામે ધરપકડ વોરન્ટ જાહેર કરવા આંતરરાષ્ટ્રીય ફોજદારી ટ્રિબ્યુનલમાં અરજી કરવામાં આવી છે.

ખૂબ પડકારજનક અને મોટું કામ

મળતી માહિતી અનુસાર, આઈટી સાથે નોંધાયેલા નવા કેસની સુનાવણી માટે બાંગ્લાદેશમાં બંધારણમાં સૂચવેલી કલમમાં સંશોધન અંગે સરકાર સાથે પરામર્શ પછી નિર્ણય લેવામાં આવશે. આરોપીઓ વિરુદ્ધ સૂચના, દસ્તાવેજ અને પુરાવા દેશભરથી એકઠા કરવામાં આવશે અને તેની સંકલિત કરી તપાસ કરાશે. ન્યાયપાલિકાની સામે યોગ્ય રીતે રખાશે. જે ખૂબ પડકારનજક અને મોટું કામ છે.

  • Follow us on: