ફરી એકવાર પાડોશી દેશ ચીન આખી દુનિયાની ચિંતા વધારવા જાણે કે, આતુર બન્યું છે. કોરોના વાયરસ પછી ચીનમાં વધુ એક નવો વાયરસ મળ્યો છે. સૌથી પહેલીવાર આ વાયરસ વર્ષ-2019માં ચીનના આંતરિક મંગોલિયામાં જોવા મળ્યો હતો. બગાઈના કરડવાથી આ વાયરસ માનવમાં ફેલાય છે. 


ચીનમાં જેવો નવો વાયરસ મળ્યો કે આખા વિશ્વમાં જાણે ભૂકંપ આપ્યો. આ વાયરસ મંગોલિયાના એક વેટલેંડમાં મળ્યો છે. આ વાયરસથી ચેપી થતા વ્યકિતને તાવ આવે છે અને ઘણીવાર તો આ જીવલેણ પણ સાબિત થતું હોય છે. જે સીધો મગજ પર કબ્જો કરી લે છે. આ વાયરસથી ઈન્ફેકટેડ થતા દર્દી કોમામાં પણ જઈ શકે છે.


રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ-2019માં ચીનના જિનઝોઉ શહેરમાં 61 વર્ષીય વ્યકિત અચાનક બીમાર પડી ગયો હતો. આ વૃદ્ધને પાંચ દિવસ અગાઉ એક બગાઈ કરડી હતી. મેડિકલ તપાસમાં જાણવા મળ્યું કે, તે ઓર્થોનેરોવાયરથી ચેપગ્રસ્ત થયો છે. આ વાયરલ મગજ પર ભારે અસર કરે છે.

ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિન, તેના પ્રકાશિત અહેવાલમાં, વાયરસને વેટલેન્ડ વાયરસ (WELV) નામ આપવામાં આવ્યું છે. આ સિવાય ટિક કરડવાથી પીડિત અન્ય દર્દીઓ પર પણ નજર રાખવામાં આવી હતી. વેટલેન્ડ વાયરસ એ નાઓરોવિરિડે પરિવારમાં ઓર્થોનેરોવાયરસ જીનસનો સભ્ય છે અને તે ટિક-જન્મેલા હજારા ઓર્થોનારોવાયરસ જીનોગ્રુપ સાથે નજીકથી સંબંધિત છે. આ વાયરસ મનુષ્યમાં ગંભીર બીમારીનું કારણ પણ બની શકે છે.


આ લક્ષણો દર્દીઓમાં જોવા મળે છે

આ વાયરસ તાવ સાથે સંકળાયેલ છે. ચીનમાં લગભગ 17 દર્દીઓમાં આ વાયરસ જોવા મળ્યો છે. આ દર્દીઓમાં તાવ, ચક્કર, માથાનો દુખાવો, અસ્વસ્થતા, સંધિવા અને કમરનો દુખાવો જેવા લક્ષણો જોવા મળ્યા હતા. એક દર્દીને ન્યુરોલોજીકલ લક્ષણો પણ હતા.


વાયરસ ખૂબ જોખમી હોઈ શકે છે

સંશોધકોએ આ વિસ્તારમાં વન રેન્જર્સના લોહીના નમૂનાઓનું પણ વિશ્લેષણ કર્યું. લગભગ 640 લોકોમાંથી માત્ર 12 લોકોમાં જ વેટલેન્ડ વાયરસ સામે એન્ટિબોડીઝ મળી આવી હતી. એક દર્દી કોમામાં પણ ગયો હતો. જો કે તમામ દર્દીઓ સારવાર બાદ તંદુરસ્ત થઈ ગયા છે. સંશોધન દર્શાવે છે કે કેટલાક કિસ્સાઓમાં આ વાયરસ અત્યંત ખતરનાક બની શકે છે.

  • Follow us on: