બાંગ્લાદેશમાંથી ઇસ્કોનના પ્રવક્તા ચિન્મય દાસની ધરપકડ કરવામાં આવી હતી. ઢાકા પોલીસે 25 નવેમ્બરે ધરપકડ કરી હતી. જે બાદ દેશમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયા છે. ખાસ કરીને રાજધાની ઢાકા અને તેની બાજુના વિસ્તારના લોકો ચિન્મય દાસની મુક્તિની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે ચટગામમાં રાજધાની ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટમાં ઘુસ્યા અને તેમને પોતાની સાથે લઈ ગયા.


ચિન્મય દાસ પર શું છે આરોપ?

ઢાકા પોલીસે કહ્યું કે ચિન્મય દાસની ધરપકડ વિરુદ્ધ દાખલ થયેલ ફરિયાદને આધારે કરવામાં આવી છે. તેમની પર રાષ્ટ્રધ્વજને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો છે. બીએનપીના પૂર્વ નેતા ફિરોઝ ખાને ચિન્મય દાસ પર આ આરોપો લગાવ્યા છે. ખાને આરોપ લગાવ્યો કે 25 ઓક્ટોબરે ચટગાંવમાં હિંદુ સમુદાયની રેલી યોજાઈ હતી.

કોણ છે ચિન્મય દાસ, કેમ ચર્ચામાં?

ચિન્મય દાસ પુંડરિક ધામનું નેતૃત્વ કરે છે, જે ચિત્તાગોંગ (બાંગ્લાદેશનું બીજું સૌથી મોટું શહેર) થી ચાલે છે. દાસ, હિન્દુ સમુદાયના અગ્રણી ચહેરા, ઇસ્કોનના પ્રવક્તા તરીકે પણ ઓળખાય છે. તેમના અનુયાયીઓ દેશભરમાં છે. પુંડરિક ધામ પણ બાંગ્લાદેશ ઇસ્કોનનો એક ભાગ છે.

ચિન્મય દાસ અને અન્ય 18 લોકોએ બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હોવાનો આરોપ છે. જો કે રસપ્રદ વાત એ છે કે તે સમયે બીએનપીના નેતા રહેલા ફિરોઝ ખાનને પક્ષ વિરોધી ગતિવિધિઓના આરોપમાં બીએનપીથી બહાર હાંકી કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને બે લોકોની ધરપકડ કરી છે.

કોણ છે ચિન્મય દાસ ?

ચિન્મય દાસ ચટગામથી સંચાલિત પુંડરિક ધામનું નેતૃત્વ કરે છે. દાસ હિન્દુ સમુદાયના અગ્રણી ચહેરા, ઇસ્કોનના પ્રવક્તા તરીકે પણ ઓળખાય છે. તેમના અનુયાયીઓ દેશભરમાં છે. પુંડરિક ધામ પણ બાંગ્લાદેશ ઇસ્કોનનો એક ભાગ છે.

દાસ બાંગ્લાદેશના ધાર્મિક લઘુમતીઓના અધિકારો વિશે ખૂબ જ અવાજ ઉઠાવે છે. શેખ હસીનાની સરકાર જતી રહી ત્યારથી તેમણે હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પરના હુમલાની સખત નિંદા કરી છે.

  • Follow us on: