- ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યથાવત્
- નાગરિકોને સુરક્ષાને ધ્યાનમાં રાખવા સૈનિકોને સાવધાની રાખવા સૂચન કર્યું
- ઈઝરાયલના પીએમ બેંઝામિનને આપી ચેતવણી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ચેતવણી આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ ચેતવણી ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીને લઈને આપી છે. 7 ઓક્ટોબરથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં ઇઝરાયલી સૈનિકોએ ઇજિપ્ત સાથેની રફાહ સરહદ પર કાર્યવાહી શરૂ કરી હતી. આટલું જ નહીં ઈઝરાયેલે ગ્રાઉન્ડ એટેકનો પણ સંકેત આપ્યો હતો. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને નેતન્યાહૂને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લશ્કરી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
આ સંબંધમાં વ્હાઇટ હાઉસે કહ્યું કે જો બાઈડેને ગુરુવારે ઈઝરાયલના પીએમને કહ્યું હતું કે પેલેસ્ટિનિયન નાગરિકોની સુરક્ષા માટે વિશ્વસનીય અને અમલીકરણ યોગ્ય યોજના વિના રફાહ સરહદ પર સૈન્ય કાર્યવાહી ન કરવી જોઈએ. એક અઠવાડિયાથી ઓછા સમયમાં બીજી વખત ગુરુવારે બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ. આ દરમિયાન બિડેને નેતન્યાહૂને ગાઝા પટ્ટીના દક્ષિણ ભાગમાં જવા અંગે ચેતવણી આપી હતી. આ સિવાય બંધકોને મુક્ત કરવાની પણ વાત થઈ હતી.













