• APEC એ 21 એશિયા-પેસિફિક અર્થતંત્રોનું જૂથ
  • US રાષ્ટ્રપતિ જો બાઇડન APEC સમિટમાં રહેશે હાજર
  • વિકાસલક્ષી અને અર્થતંત્રને લઇને બાઇડન કરશે ચર્ચા

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન ગ્રૂપની અર્થવ્યવસ્થાઓને લઇ વિકાસલક્ષી કાર્યોને અનુરૂપ APEC લીડરશીપ સમિટમાં ભાગ લેવા સાન ફ્રાન્સિસ્કો જશે. જો બાઇડન અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે.

APEC એ 21 એશિયા-પેસિફિક અર્થતંત્રોનું જૂથ

મળતી માહિતી મુજબ એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન સમિટમાં સભ્ય અર્થતંત્રોના 21 પ્રતિનિધિઓને હોસ્ટ કરવા માટે બિડેન સાન ફ્રાન્સિસ્કો જશે. વ્હાઇટ હાઉસે કહ્યું કે બાઇડન 14 નવેમ્બરે સૈન ફ્રાન્સિસ્કો જવા રવાના થશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'APEC લીડરશિપ સમિટ'માં ભાગ લેવા માટે પણ આમંત્રણ આપ્યું છે. જોકે PM મોદીની મુલાકાતને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

US રાષ્ટ્રપતિ જો બાઇડન APEC સમિટમાં રહેશે હાજર

વ્હાઇટ હાઉસના મીડિયા સેક્રેટરી જીન પિયરે કહ્યું કે, રાષ્ટ્રપતિ અમેરિકન અર્થતંત્રની મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતાને પ્રકાશિત કરશે. બાઇડન એશિયા-પેસિફિક સાથેના અમારા લાંબા ગાળાના આર્થિક સંબંધો, તાજેતરના વર્ષોમાં APEC અર્થતંત્રોમાંથી યુ.એસ.માં રોજગારી સર્જન રોકાણમાં વધારો અને એશિયા-પેસિફિકમાં વૃદ્ધિ અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં US અર્થતંત્રને લઇ વિચાર-વિમર્શ કરશે.

વિકાસલક્ષી અને અર્થતંત્રને લઇને બાઇડન કરશે ચર્ચા

આ સાથે US રાષ્ટ્રપતિ બાઇડન અને ચીનના શી જિનપિંગ આવતા મહિને સૈન ફ્રાન્સિસ્કોમાં એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન સમિટની બાજુમાં મળવા માટે સંમત થયા છે. યુએસ અધિકારીએ જણાવ્યું હતું. APEC એ 21 એશિયા-પેસિફિક અર્થતંત્રોનું જૂથ છે. જેમાં ઓસ્ટ્રેલિયા, બ્રુનેઈ દારુસલામ, કેનેડા, ચિલી, તાઈવાન, હોંગકોંગ, ઈન્ડોનેશિયા, જાપાન, મલેશિયા, મેક્સિકો, ન્યુઝીલેન્ડ, પાપુઆ ન્યુ ગીની, ચીન, પેરુ, દક્ષિણ કોરિયા, ફિલિપાઈન્સ, રશિયા, સિંગાપોર, થાઈલેન્ડ, યુએસએ અને વિયેતનામનો સમાવેશ થાય છે.  



  • Follow us on: