• ભારત મુલાકાત વખતે પણ સુનકે ખાલિસ્તાન મુદ્દે ચોખવટ કરી હતી
  • બ્રિટનમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ સહન કરવામાં નહીં આવે
  • લંડન પોલીસે અગાઉની ઘટનાનો ઉલ્લેખ કરીને વાત કરી

ખાલિસ્તાની આતંકવાદીઓ પર બ્રિટિશ પીએમ ઋષિ સુનકની કડકાઈની અસર દેખાવા લાગી છે. ભારતીય દૂતાવાસમાં હિંસક પ્રદર્શન કરનારા ખાલિસ્તાનીઓની ધરપકડ કરીને બ્રિટિશ પીએમ ઋષિ સુનકે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે, આ કેનેડા નહીં પણ લંડન છે. G20 માટે દિલ્હીની મુલાકાત દરમિયાન સુનકે ખાલિસ્તાનીઓ સામે કડકાઈનું વચન પણ આપ્યું હતું.

લંડનમાં માહોલ બગડ્યો હતો

જ્યારે ખાલિસ્તાની કેનેડિયનો, જેઓ કેનેડાની ધરતી પર મુક્તપણે ફરતા હતા અને ભારતીય દૂતાવાસ પર હુમલો કરતા હતા. અધિકારીઓને પડકારતા હતા, તેમણે લંડનમાં પણ આવો જ પ્રયાસ કર્યો હતો. એમની સામે હવે એક જોખમ છે. ખાલિસ્તાની કદાચ ભૂલી ગયા હશે કે લંડનમાં જસ્ટિન ટ્રુડો નહીં પણ ઋષિ સુનક વડાપ્રધાન છે. સ્કોટલેન્ડ યાર્ડ (લંડન મેટ્રોપોલિટન પોલીસ) એ આ વર્ષે માર્ચમાં લંડનમાં ભારતીય હાઈ કમિશન પર હુમલો કર્યો હતો અને 'હિંસક અવ્યવસ્થા' સર્જી હતી. પોલીસે આ આરોપમાં એક આરોપીની ધરપકડ કરી છે. તેનાથી અન્ય ખાલિસ્તાનીઓમાં પણ ગભરાટ ફેલાયો છે. સુનકના આ પગલાથી કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને પણ આંચકો લાગ્યો હશે.

તપાસ ચાલી રહી છે

લંડન મેટ્રોપોલિટન પોલીસે કહ્યું કે, સોમવારે ઈન્ડિયા હાઉસની સામે પ્રદર્શન દરમિયાન ધરપકડ કરાયેલા વ્યક્તિનો સંબંધ 19 માર્ચે થયેલા પ્રદર્શનકારી સાથે જોડાયેલા હતા. આ મામલે પણ તપાસ ચાલી રહી છે. સોમવારે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા એક બ્રિટિશ શીખને ઉપાડી જતા કાયદાકીય પગલાં લેવામાં આવ્યા હતા. વિરોધીઓ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના વોન્ટેડ આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતના જોડાણના દાવા પર બ્રિટિશ સરકારના હસ્તક્ષેપની માંગ કરી રહ્યા હતા. જ્યારે ભારતે આરોપોને 'બકવાસ અને પ્રેરિત' ગણાવીને નકારી કાઢ્યા છે.

પોલીસ અધિકારીઓ નિવેદન આપ્યું

મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સોમવારે તારીખ 2 ઑક્ટોબરના રોજ એક વ્યક્તિની ભારતીય હાઈકમિશન કચેરીની સામેથી પકડી લેવાયો હતો. જેણે તારીખ 19 માર્ચના રોજ એ જ જગ્યા પર રહીને હિંસક પ્રદર્શન કર્યું હતું. આ વ્યક્તિની ઓળખ થયા બાદ જ આગળની તપાસ શરૂ કરાશે. પણ એવું માનવામાં આવી રહ્યું છે કે, તે અગાઉના લોકોમાં સામેલ છે જે ખાલિસ્તાનીઓનું સમર્થન કરી રહ્યા હતા. આ વિરોધકર્તાઓએ ભારતીય રાષ્ટ્રધ્વજને ઊતારી લેવા માટેનો પ્રયાસ પણ કરેલો હતો. વસ્તુઓ ફેંકી હતી. જેના કારણે કચેરીની બારીઓના કાચ તૂટી ગયા હતા. 

  • Follow us on: