કેનેડા દેશના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એકવાર ફરીથી દેશની સંસદમાં વિશ્વાસ મતનો સામનો કરવો પડયો હતો. પરંતુ તેઓએ આમાં જીત નોંધાવી છે. તેઓ મુખ્ય હરિફ ટોરી દ્વારા તેઓને પદથી હટાવવાનો પ્રયાસ થયો હતો. ટ્રુડોએ 207માંથી 121 મતની સાથે ફરીથી ચૂંટણી કરાવવાના કંઝર્વેટિવ પાર્ટીના ઈરાદા ઉપર પાણી ફેરવી દીધું હતું. આ દરમ્યાન સંસદમાં બે નાના જૂથ ટ્રુડોની લઘુમતી સરકાર ધરાવતા પક્ષમાં દેખાયાય હા. ટ્રુડોની સરકાર પર આવાસ સંકટ, રહેવાનો ખર્ચ અને વધતા ગુનાને ઘટાડવાને ઓછો કરવામાં નિષ્ફળ રહેવા અને કેનેડિયન ઈતિહાસમાં સૌથી વધુ સેન્ટ્રલાઈઝ સરકાર હોવાનો આરોપ લગાવ્યો હતો. 



એક અઠવાડિયાની અંદર બીજીવાર વિશ્વાસ પ્રસ્તાવનો સામનો

એક અઠવાડિયાથી ઓછા સમયમાં બીજી વખત જસ્ટિન ટ્રુડોને વિશ્વાસ મતનો સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલા ગુરુવારે તેમણે કન્ઝર્વેટિવ્સ દ્વારા રજૂ કરવામાં આવેલ વિશ્વાસ પ્રસ્તાવ જીતી લીધો હતો. ઓપિનિયન પોલમાં 20 પોઈન્ટની લીડ મેળવ્યા બાદ ટોરી નેતા પિયરે ચૂંટણીની અપેક્ષા રાખી હતી. જો કે, ડાબેરી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ ગયા મહિને લિબરલ્સ સાથે ગઠબંધન કરાર તોડ્યો હતો. જેના કારણે ટ્રુડો સરકાર પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા હતા.

કેનેડાની વેસ્ટમિન્સ્ટર સંસદીય સિસ્ટમને હાઉસ ઓફ કોમન્સનો વિશ્વાસ જાળવી રાખવા માટે શાસક પક્ષની જરૂર છે. સરળ શબ્દોમાં કહીએ તો શાસક પક્ષે તેના બહુમતી સભ્યોનું સમર્થન જાળવી રાખવું જરૂરી છે. હાલમાં લિબરલ્સ પાસે 153 બેઠકો છે, કન્ઝર્વેટિવ પાસે 119, બ્લોક ક્વિબેકોઈસ પાસે 33 અને NDP પાસે 25 બેઠકો છે. ટ્રુડોએ 2015માં તેમની સરકાર બનાવી હતી, ત્યારબાદ તેઓ 2019 અને 2021માં સતત બે ટર્મ સુધી સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી તેની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમણે તાજેતરના મહિનાઓમાં પક્ષના બે ગઢમાં હાર સહિત અનેક આંચકાઓનો સામનો કરવો પડ્યો છે

  • Follow us on: