ચીનમાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર છે. ઝુહાઈમાં એક અનિયંત્રિત ડ્રાઈવરે પોતાનું વાહન ભીડવાળા વિસ્તારમાં ઘુસાડી દીધું હતું. બેકાબૂ વાહનોની ટક્કરથી 78 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 35 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 43 લોકો ઘાયલ થયા છે, તેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. રાષ્ટ્રપતિએ ઘાયલોની સારવાર અને કડક સજાની ખાતરી આપી છે.
ચીનના ઝુહાઈમાં એક ડ્રાઈવરે કાબુ ગુમાવતા ગાડીને ભીડમાં ચડાવી દીધી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં 35 લોકોના મોત થયા છે, જ્યારે 43થી વધુ લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર ચીનનો પ્રતિષ્ઠિત એર શો હાલમાં ઝુહાઈમાં ચાલી રહ્યો છે. જેના કારણે શહેરમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ હાઈપ્રોફાઈલ ઈવેન્ટ દરમિયાન, 62 વર્ષનો ડ્રાઈવર નિયંત્રણ બહારના વાહન સાથે સૌથી ભીડવાળા વિસ્તારમાં પહોંચ્યો હતો. ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ અકસ્માત છે કે હિટ એન્ડ રનનો મામલો, તે હાલ સ્પષ્ટ નથી.













