- હમાસ અને ઇઝરાયેલ વચ્ચે સતત 9 દિવસથી યુદ્ધ
- યુદ્ધ વચ્ચે ચીને હમાસને સમર્થન આપ્યું
- ઇઝરાયેલે ગાઝાના લોકોને સજા આપ્યાનો ચીનનો આરોપ
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે સતત 9 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેવામાં હમાસ વિરૂદ્ધ ઈઝરાયલ અનેક રણનીતિ બનાવી રહ્યું છે. તેવામાં ચીન હવે હમાસની તરફેણમાં બોલ્યું છે. યુદ્ધમાં હજારો લોકોના ભોગ લીધા છે. તો હવે ચીન નવી રાજનીતિ રમવામાં માહી છે. ગાઝાની કેનલોમાં હમાસે અનેક સૈનિકો અને લોકોને બંધક બનાવ્યા છે. ઈઝરાયેલ સતત બોમ્બમારો કરી રહ્યું છે અને ગાઝામાં તબાહી મચાવી રહી છે. આ દરમિયાન ચીને ઈઝરાયેલની કાર્યવાહી પર અનેક સવાલ ઉઠાવ્યા છે.
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે સતત 9 દિવસથી યુદ્ધ
ચીનના વિદેશ મંત્રી વાંગ યીનું વિવાદીત નીવેદન સામે આવ્યું છે. કહ્યું છે કે, ગાઝામાં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી સ્વરક્ષણના દાયરાની બહાર ગઈ છે. ઇઝરાયેલ સરકારે ગાઝાના લોકોને સામૂહિક રીતે સજા કરવાનું બંધ કરવું જોઈએ. વાંગ યીનું નિવેદન યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથેની તેમની ફોન વાતચીતના એક દિવસ બાદ આવ્યું છે. અમેરિકી વિદેશ મંત્રીએ ઇઝરાયલ-હમાસ સંઘર્ષને મોટા યુદ્ધમાં ફેરવાતા રોકવા માટે બેઇજિંગનો સહયોગ માંગ્યો હતો.
ચીનના વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, વાંગે પોતાના સાઉદી અરેબિયાના સમકક્ષ પ્રિન્સ ફૈઝલ બિન ફરહાદ સાથે ફોન પર વાતચીત દરમિયાન આ વાતચીત કરી હતી. વાંગ યીએ કથિત રીતે સાઉદી વિદેશ મંત્રીને કહ્યું હતું કે તમામ પક્ષોએ પરિસ્થિતિને વધુ વણસવા માટે કોઈ પગલાં ન લેવા જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવું જોઈએ. તે જ સમયે, અહેવાલ છે કે ચીનના રાજદૂત શી જુન ઇઝરાયેલ-હમાસ સંઘર્ષને સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામ અને શાંતિ મંત્રણા પર ભાર આપવા માટે આવતા અઠવાડિયે મધ્ય પૂર્વની મુલાકાત લેશે.
ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ સામસામે
અહીં, ઇઝરાયેલની સેના ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, તેમ છતાં તેણે ગાઝાની અંદર ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દીધું છે, એટલે કે, સૌથી મોટું ગ્રાઉન્ડ વોર, ગાઝામાં સૌથી મોટો વિનાશ શરૂ થયો છે. આ સાથે જ હમાસે પણ ઈઝરાયેલનો મુકાબલો કરવા માટે યુદ્ધ જેવું વલણ અપનાવ્યું છે. ઈઝરાયેલની સેના પર ઝડપથી હુમલો કરવામાં આવી રહ્યો છે. હમાસના લડવૈયાઓ ઇઝરાયેલી સેના પર હુમલો કરવા માટે જે હથિયારનો ઉપયોગ કરી રહ્યા છે તે પાઇપ બોમ્બ છે, જેની મદદથી બંકરોના મોઢામાંથી રેપિડ ફાયર શેલ્સ અને રોકેટ લોન્ચર છોડવામાં આવી રહ્યા છે.
હમાસના નુકબા અને જન્સારીના લડવૈયાઓ પણ આધુનિક હથિયારોથી સજ્જ છે જેથી ઇઝરાયેલની સેનાના જવાનો જેવા સુરંગની અંદર પ્રવેશવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમને ઘેરી લેવામાં આવે છે અને હુમલો કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, ઇઝરાયેલની સેનાએ ગઈકાલે રાત્રે તેના બંકર બસ્ટર બ્રિગેડ યાહલોમ અને ઓકેટ્ઝને ગાઝામાં દબાણ કરવા માટે ભારે બોમ્બમારો પણ કર્યો હતો. તેના લડાકુ વિમાનોએ ખાસ કામગીરી માટે ગાઝા પટ્ટીના દરેક ખૂણે મિસાઈલો છોડ્યા હતા.