- 9 દિવસથી ચાલી રહેલું હમાસ-ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ યથાવત
- હમાસના ટોચના કમાન્ડર બિલાલ અલ-કેદ્રાને હવાઈ હુમલામાં ઠાર
- બાતમીના આધારે એર ફોર્સે ગાઝા પર કરી હતી એર સ્ટ્રાઇક
સતત 9 દિવસથી ચાલી રહેલું હમાસ અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ યથાવત છે. હવાઇ હુમલા બાદ ઈઝરાયેલે હમાસને વળતો જવાબ આપી રહ્યું છે. તેવાામાં ઇઝરાયેલની વાયુસેના દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, હમાસના ટોચના કમાન્ડર બિલાલ અલ-કેદ્રાને હવાઈ હુમલામાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ ઇઝરાયેલ એર સ્ટ્રાઇકમાં હમાસના ટોચના કમાન્ડર માર્યા ગયા છે. ઇઝરાયેલની વાયુસેના દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈઝરાયેલના સંરક્ષણ ટીમે હમાસના ટોચના કમાન્ડર બિલાલ અલ-કેદ્રાને હવાઈ હુમલામાં મારી નાખ્યા છે. ડિફેન્સ ફોર્સે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે અલ-કેદ્રાને માર્યો છે. ઇઝરાયલી ગુપ્તચરોને બાતમી મળી હતી કે બિલાલ અલ-કેદરા ગાઝા પટ્ટીની દક્ષિણે આવેલા ખાન યુનિસ શહેરમાં છે જેને લઇ ઇઝારાયેલના સૈનિકોએ હુમલો કર્યો જેમાં હમાસના ટોચના કમાન્ડર બિલાલ અલ-કેદ્રાનું મોત થયું છે.













