- કેનેડાના સ્પીકરને ભૂતપૂર્વ નાઝી સૈનિકના વખાણ કરવા ભારે પડ્યા
- સમગ્ર કેનેડિયન સંસદે જાહેરમાં નાઝીવાદની નિંદા કરવી જોઈએ
- તમામ કેનેડિયનો વિશ્વભરના યહૂદીઓ અને યુક્રેનના લોકોની સામે માફી માંગુ છું:ટ્રુડો
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સના ભૂતપૂર્વ સ્પીકર એન્થોની રોટાએ નાઝી ભૂતપૂર્વ સૈનિકની પ્રશંસા કર્યા બાદ માફી માંગી હતી. ટ્રુડોએ કહ્યું હતું કે તેઓ ખાસ કરીને ઝેલેન્સકીને થયેલી અસુવિધાથી દુઃખી છે. હકીકતમાં આ ઘટના બાદ રશિયા ગુસ્સે ભરાયું હતું. ક્રેમલિને કહ્યું હતું કે સમગ્ર કેનેડિયન સંસદે જાહેરમાં નાઝીવાદની નિંદા કરવી જોઈએ.
સ્પીકર એન્થોની રોટાએ 22 સપ્ટેમ્બરના રોજ જાહેરમાં નાઝી યુનિટમાં સેવા આપી ચૂકેલા ભૂતપૂર્વ સૈનિક યારોસ્લાવ હુન્કાની પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, તેમણે હુંકાને યુદ્ધનો હિરો પણ કહ્યું હતું. જોકે આ વખાણ બાદ તેમની ઘણી ટીકા પણ થઈ હતી તેથી તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. પદ છોડતા પહેલા તેમણે કહ્યું હતું કે જે કંઈ પણ થયું તેના માટે તેઓ સંપૂર્ણપણે જવાબદાર છે.
ટ્રુડોએ માફી માંગી
તો બીજી તરફ કેનેડાના PM ટ્રુડોએ કહ્યું હતું કે, તમામ કેનેડિયનો વિશ્વભરના યહૂદીઓ અને યુક્રેનના લોકોની સામે માફી માંગુ છું. શુક્રવારે (ભૂતપૂર્વ નાઝી સૈનિકની પ્રશંસા) જે બન્યું તેના માટે હું માફી માંગુ છું.આ ઘટના માટે હાઉસ ઓફ કોમન્સના ભૂતપૂર્વ સ્પીકર રોટા જવાબદાર હતા અને તેથી તેમણે રાજીનામું આપી દીધું છે. તેમણે જવાબદારી સ્વીકારી છે. આ એક ભૂલ હતી જેના કારણે સંસદ અને કેનેડાને ભારે શરમ આવી હતી.
અમે અજાણતા તાળીઓ પાડી રહ્યા હતા: કેનેડિયન પીએમ
અમે બધા તે સમયે સંસદમાં હાજર હતા પરંતુ અમને ઊંડો અફસોસ છે કે સમગ્ર સંદર્ભથી અજાણ હોવા છતાં અમે ઊભા થઈને તાળીઓ પાડી હતી. ટ્રુડોએ કહ્યું હતું કે આ નરસંહારમાં મૃત્યુ પામેલા લાખો લોકોનું અપમાન છે. યહૂદી લોકો માટે આ અત્યંત દુઃખદાયક હતું. જે બન્યું તે કોઈ ક્યારેય ભૂલી ન જાય તેની ખાતરી કરવી તે આપણા બધા પર છે.
ટ્રુડોએ કહ્યું- આ ઘટનાનું રાજનીતિકરણ થયું
કેનેડિયન પીએમએ કહ્યું હતું કે હું એ પણ પુનરોચ્ચાર કરવા માંગુ છું કે કેનેડા રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને યુક્રેનિયન પ્રતિનિધિમંડળની સ્થિતિ પર ખૂબ જ ખેદ વ્યક્ત કરે છે. રશિયા અને તેના પ્રોક્સીઓ સામે લડતા યુક્રેન વિશે ખોટો પ્રચાર ફેલાવવા માટે આ ગંભીર ભૂલનું રાજનીતિકરણ કરવામાં આવી રહ્યું છે તે વિચારવું ખૂબ જ ચિંતાજનક છે.
ટ્રુડો સમક્ષ ગૃહના સ્પીકરે માફી માંગી હતી
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પણ નાઝી વિભાગના અનુભવી હુન્કાને મળ્યા હતા અને તેમનું સન્માન કર્યું હતું. જ્યારે ગૃહના અધ્યક્ષે તેમની પ્રશંસા કરી હતી. પરંતુ ઘણા માનવાધિકાર અને યહૂદી સંગઠનોએ રોટાના વખાણની નિંદા કરી. આ પછી તેણે કેનેડા અને વિશ્વભરના યહૂદી સમુદાયોની માફી માંગી હતી.
રોટા ભૂતપૂર્વ નાઝી સૈનિકની પ્રશંસા કરવા બદલ પસ્તાવો કર્યો
રોટાએ હાઉસ ઓફ કોમન્સમાં કહ્યું હતું કે મને આ વિશે પછીથી ખબર પડી હતી. આ વ્યક્તિને ઓળખવાના મારા નિર્ણય પર મને પસ્તાવો થાય છે. તેમણે કહ્યું હતું કે હું ગૃહની માફી માંગવા માંગુ છું. હું ખૂબ જ દિલગીર છું કે મેં મારા કાર્યો અને ટિપ્પણીઓથી ઘણા લોકોને દુઃખ પહોંચાડ્યું છે.