ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધુ ઘાતક બન્યું છે. બન્ને તરફતી હવાઇ હુમલા કરવામાં આવી રહ્યા છે. આ યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે. અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. યુદ્ધની સ્થિતિમાં નાગરિકો અન્ન-પાણી, દવા, વીજળી સહિતની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ માટે વલખા મારી રહ્યા છે.


ગાઝા પટ્ટી પર હવાઈ હુમલો દિવસેને દિવસે ઘાતક થઇ રહ્યા છે. કારણ કે ઈઝરાયલના રક્ષા મંત્રીએ સૈનિકોને ગાઝાને અંદરથી આતંકી વિરૂદ્ધ ઓપરેશ ચલાવાનો આદેશ આપવામાં આવ્યો છે.એટલે કે મોટા પાયે ગ્રાઉન્ડ એટેક માટે તૈયારી દર્શાવામાં આવી રહી છે. ગાજાના દક્ષિણી ભાગ પર ઇઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવ્યા હતો જ્યાં આતંકીઓનો અડ્ડો ગણવામાં આવતો હતો. આતંકીને ઠાક કરવામાં ઇઝરાયેલ આર્મી હવે નવી રણનીતિ ઘડી રહ્યા છે.

યુદ્ધ વચ્ચે ઇઝરાયેલની સુરક્ષા

ગાઝામાં સત્તાવાળાઓ ઇજિપ્તથી આવવા માટે ખૂબ જ જરૂરી માનવતાવાદી સહાયની વ્યવસ્થા કરી રહ્યા છે. તે જ સમયે, ગાઝાની હોસ્પિટલો જનરેટર માટે ઘટતા જતા તબીબી પુરવઠો અને બળતણની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહી છે. સ્થિતિ એવી છે કે અંધારામાં ડૂબેલા વોર્ડમાં ડોકટરો મોબાઈલ ફોનની લાઈટમાં સર્જરી કરી રહ્યા છે. એનેસ્થેસિયા અને ઘણી આવશ્યક દવાઓની ગેરહાજરીમાં, ચેપગ્રસ્ત ઘાની સારવાર માટે સરકોનો ઉપયોગ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ જો બિડેને યુદ્ધની વચ્ચે 'આજે અને હંમેશા' ઇઝરાયેલની સુરક્ષા માટે અચળ સમર્થન આપવાનું વચન આપ્યું હતું.

3 મિસાઇલો અને અનેક ડ્રોનનો નષ્ટ કર્યો

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે US સૈનિકોએ આ વિસ્તારમાં વધતા યુદ્ધ સંકટોનો સામનો કરી રહ્યું છે. ગુરુવારે US નેવીના યુદ્ધ જહાજે ઇઝરાયેલ તરફ જતી મિસાઇલોને તોડી પાડી હતી. તે જ સમયે, ઇરાક અને સીરિયામાં અમેરિકન કેમ્પને વારંવાર ડ્રોન હુમલા દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. ઉત્તરીય લાલ સમુદ્રમાં, યુએસ નૌકાદળના યુદ્ધ જહાજ યુએસએસ કાર્નેએ યમનમાં હુથી દળો દ્વારા છોડવામાં આવેલી ત્રણ મિસાઇલો અને અનેક ડ્રોનનો નાશ કર્યો. આ કાર્યવાહી અમેરિકી સેના દ્વારા ઈઝરાયેલના સંરક્ષણમાં લેવામાં આવેલ પ્રથમ પગલું દર્શાવે છે. પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી બ્રિગેડિયર જનરલ પેટ રાયડરે પત્રકારોને જણાવ્યું હતું કે મિસાઈલો ઈઝરાયેલ તરફ જવાની શક્યતા છે. ઇઝરાયેલના આતંકી વિરૂદ્ધ ઓપરેશનમાં અનેક જગ્યાએ બંધક નાગરિકોને છોડાવવામાં આવ્યા છે. અનેક અડ્ડાઓ પરથી આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જેના કારણે આતંકીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.


  • Follow us on: