અમેરિકામાં આવતા મહિનાની પાંચમી તારીખે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. આવામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ સામસામે છે. શનિવારે એકવાર ફરી બંનેએ એક જ સ્થળે રેલી યોજીને સંબોધન કરી એકબીજા પર વાક્ પ્રહારો કર્યા હતા. 


જગત જમાદાર એવા અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. ત્યારે અહીં 5 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં રિપબ્લિકન તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી કમલા હેરિસ મેદાનમાં છે. રિપબ્લિકન ઉમેદવારે ફરી એકવાર શનિવારે તે જ જગ્યાએ રેલી યોજી જ્યાં 12 અઠવાડિયા પહેલા જુલાઈમાં તેમની પર જીવલેણ હુમલો થયો હતો. પોતાની સુરક્ષાની ચિંતાઓને બાજુ પર રાખીને, ટ્રમ્પે બટલર, પેન્સિલવેનિયામાં હજારો સમર્થકોને સંબોધિત કર્યા અને તેમને અમેરિકાના આગામી રાષ્ટ્રપતિની પસંદગી કરવા કહ્યું. હજારો જનમેદનીએ લડાઈ લડાઈ, વોટ વોટના સૂત્રોચ્ચરા કર્યા હતા. 

બોર્ડર સીલ કરાશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  કહ્યું કે, જો  હું ચૂંટાઈ આવીશ, તો તેઓ પહેલા જ દિવસે સરહદ સીલ કરશે અને સ્થળાંતર કરનારાઓને દેશમાં પ્રવેશતા અટકાવશે. 'અમે યુનાઇટેડ સ્ટેટ્સના ઇતિહાસમાં દેશનિકાલની સૌથી મોટી ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. 

ટ્રમ્પે લોકશાહી માટે ગોળી ખાધી: જેડી વેન્સ

પૂર્વ રાષ્ટ્રપતિ માટે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી રહેલા જેડી વેન્સે કહ્યું કે ટ્રમ્પે લોકશાહી માટે ગોળી ખાધી હતી. તેમણે કહ્યું, 'એક ડેમોક્રેટ સેનેટરે ડોનાલ્ડ ટ્રમ્પને આપણા લોકતંત્ર માટે ખતરો ગણાવ્યો હતો. કમલા હેરિસે કહ્યું કે, તે આપણા લોકતંત્રના પાયા પર પ્રહાર કરી રહ્યાં છે. મને લાગે છે કે, તમે બધાં મારી સાથે કમલા હેરિસને કહેશો, લોકશાહી માટેના જોખમો વિશે વાત કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? ટ્રમ્પે લોકશાહી માટે ગોળી લીધી. તમે શું કર્યું?'

ટ્રમ્પ માટે કોઈપણ કિંમતે જીતવું જરૂરી છેઃ એલન મસ્ક

એલન મસ્કે કહ્યું કે, અમેરિકા માટે એ જરૂરી છે કે ટ્રમ્પ કોઈપણ કિંમતે જીતે. તેમણે કહ્યું, બંધારણ બચાવવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને જીતવું પડશે. અમેરિકામાં લોકશાહી બચાવવા માટે તેણે જીતવું જ પડશે. આ એક જીતવા જેવી સ્થિતિ છે. તેથી હું દરેકને એક વિનંતી કરવા માંગુ છું. મત આપવા માટે નોંધણી કરો. તમે જાણતા હો અને તમે ન જાણતા હો તે દરેકને મતદાન કરવા માટે નોંધણી કરવા માટે પ્રોત્સાહિત કરો. પછી ખાતરી કરો કે તેઓ ખરેખર મત આપે છે. જો તેઓ આમ નહીં કરે તો આ છેલ્લી ચૂંટણી હશે. આ મારી આગાહી છે.


  • Follow us on: