હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલતા સંઘર્ષની સાથે હવે છેલ્લા ઘણા દિવસોથી હિઝબુલ્લા સાથે પણ ઈઝરાયલને લડવું પડી રહ્યું છે. ઈઝરાયલે હવે ઘણાબધા મોરચે લડવાની નોબત આવી છે. અગાઉ હૂતિ બળવાખોરોન અને હિઝબુલ્લાના આતંકવાદીઓની સાથે હિંસક સંઘર્ષ. આટલું ઓછું હોય તેમ હવે આ યુદ્ધમાં ઈરાન પણ કૂદી પડયું છે. ગયા વર્ષની સાતમી ઑક્ટોબરે હમાસના આતંકવાદી હુમલાની સાથે શરૂ થયેલી લડાઈ હવે લેબેનોન, ઈરાન અને પશ્ચિમ એશિયાના ઘણા વિસ્તારો સુધી ફેલાઈ ચુકી છે.
હમાસના આતંકી હુમલાને એક વર્ષ પર UNની બંધકોને મુક્ત કરવાની અપીલ
હમાસ અને ઈઝરાયલ વચ્ચે હિંસક સંઘર્ષને એક વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. આ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસે પણ સંદેશ જાહેર કર્યો છે. તેઓએ સોશિયલ મીડિયા એક્સ ઉપર એક વીડિયો પોસ્ટ મૂકીને બંધક બનાવેલા ઈઝરાયલી નાગરિકોને તાત્કાલિક કોઈપણ શરત વગર છોડી મૂકવાની અપીલ કરી છે. તેઓએ કહ્યું કે, સાતમી ઑક્ટોબરના આતંકવાદી હુમલાએ આત્માઓને વ્યથિત કર્યા છે. આ દિવસે આપણે એ તમામ લોકોને યાદ કરીએ છીએ જેની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી હતી. ઉપરાંત જાતીય હિંસા સહિત અનેક યાતનાઓ અને હિંસાનો સામનો કરવો પડયો છે. યુનોના સચિવ ગુટેરેસે ઈઝરાયલી બંધકોને છોડવા સિવાય હમાસને એવી પણ અપીલ કરી છે કે રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિને બંધકોને મળવીની મંજૂરી આપવામાં આવે.
એક વર્ષ પછી પણ હિંસક સંઘર્ષ અટકવાના કોઈ સંકેત નહીં
પશ્ચિમ એશિયામાં જ ઈઝરાયલ હૂતિ બળવાખોરોના હુમલાથી આશ્ચર્યચકિત થઈ ગયું હતું. આ સિવાય હવે હમાસ છેલ્લા એક સપ્તાહથી ઈરાન સમર્થિત હિઝબુલ્લાહના લડવૈયાઓ સાથે લડી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન, ઈઝરાયેલની સેનાએ લેબનોનમાં ઘણા લક્ષ્યો પર ઝડપી હુમલા કર્યા છે. ઘણા ઈઝરાયલ સૈનિકોના મોતના અહેવાલો પણ સામે આવ્યા છે. હિઝબુલ્લાહ કમાન્ડર નસરાલ્લાહ અને સંગઠનના અનેક ટોચના નેતાઓની હત્યા બાદ સંઘર્ષ વધુ વકર્યો છે. ઈરાન અને ઈઝરાયલ બંને એકબીજા સામે સંઘર્ષ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, એક વર્ષ પૂર્ણ થવા છતાં, પશ્ચિમ એશિયામાં શાંતિ પુનઃસ્થાપિત થવાની કોઈ શક્યતા નથી.
હમાસ અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષથી પેદા થયેલા તણાવથી પશ્ચિમ એશિયાને લાંબા સમયથી અશાંત બનાવી રાખ્યું છે. ગત વર્ષે 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસના હુમલા બાદ શરૂ થયેલો બંને પક્ષો વચ્ચેનો હિંસક સંઘર્ષ એક વર્ષ પૂરો થયા પછી પણ ચાલુ છે. હમાસના હુમલામાં 1200થી વધુ ઈઝરાયલના લોકો માર્યા ગયા હતા, જ્યારે ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ(IDF)ની વળતી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 41 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ગાઝા પટ્ટી ખાસ કરીને વધુ અસરગ્રસ્ત થઈ હતી, જ્યાં લાખો લોકોને માનવતાવાદી કટોકટીમાંથી ભાગી જવાની ફરજ પડી હતી. હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ પછી, ઇઝરાયેલને પશ્ચિમ એશિયામાં અન્ય શક્તિઓ સાથે પણ ઘર્ષણ કરવું પડ્યું.