ઈઝરાયલ ઈરાન, હમાસ અને હિઝબુલ્લા આમ ઘણા મોરચે લડી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી ઈઝરાયલને હમાસના આતંકવાદી હુમલા બાદ સતત યુદ્ધ જેવી સ્થિતિમાંથી પસાર થવું પડયું છે. આટલું ઓછું હોય તેમ ઈરાને પણ ગયા મંગળવારે 200 મિસાઈલોથી હુમલો કરી તેને છંછેડી દીધું છે. જેથી હવે ઈઝરાયલ આરપારના મૂડમાં છે.


ઈઝરાયલે શુક્રવારે એકવાર ફરી લેબેનોનની રાજધાની બેરુતને ટાર્ગેટ બનાવ્યી હતી. ઈઝરાયલના હુમલાને લીધે લેબેનોન તેમજ સીરિયાની વચ્ચે મુખ્ય માર્ગનો સંપર્ક કપાઈ ચુક્યો છે. ઈઝરાયલી બોમ્બમારાને લીધે લેબેનોનથી ભાગી રહેલા હજારો લોકો સરહદી વિસ્તારથી સીરિયામાં એન્ટ્રી કરી રહ્યા છે. જેથી હુમલાને લીધે તેઓ આ માર્ગ પર ફસાઈ ચુક્યા છે. 

 

સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર ઉપર હુમલો

મળતી માહિતી અનુસાર, ઈઝરાયલી સૈન્યએ મધ્યરાત્રિની આસપાસ હિઝબુલ્લાહની કેન્દ્રીય ગુપ્તચર મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું. તેણે એ જણાવ્યું નથી કે ટાર્ગેટ કોણ હતું અથવા આ હુમલામાં કોઈ આતંકવાદી માર્યા ગયા હતા. જોકે, તેણે દાવો કર્યો હતો કે છેલ્લા 24 કલાકમાં તેણે 100 હિઝબુલ્લાહ લડવૈયાઓને મારી નાખ્યા છે.

ઈઝરાયલને 10થી વધુ હવાઈ હુમલા

લેબનોનના વિસ્તારમાં સતત 10થી વધુ હવાઈ હુમલા થયા છે. આ દરમિયાન ઈઝરાયેલી સેનાએ કહ્યું કે હિઝબુલ્લાએ શુક્રવારે ઈઝરાયેલમાં લગભગ 100 રોકેટ છોડ્યા. ઈઝરાયેલી સૈન્યએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હિઝબુલ્લાહના સંચાર વિભાગના વડા મોહમ્મદ રાશિદ સ્કાફી એક દિવસ પહેલા બેરૂતમાં થયેલા હુમલામાં માર્યા ગયા હતા.

હજારો લોકો સીરિયા પ્રયાણ કરી રહ્યા છે

મળતી માહિતી અનુસાર, સ્કેફી હિઝબુલ્લાહનો ટોચનો આતંકવાદી હતો જે વર્ષ-2000 થી કોમ્યુનિકેશન યુનિટમાં કામ કરતો હતો અને સંગઠનના વરિષ્ઠ અધિકારીઓ સાથે નજીકથી સંકળાયેલો હતો. ઈઝરાયેલી હવાઈ હુમલાએ વ્યસ્ત મસ્ના બોર્ડર ક્રોસિંગની નજીકનો માર્ગ સંપર્ક કાપી નાખ્યો, જ્યાં છેલ્લા બે અઠવાડિયામાં હજારો લોકો લેબનોનના યુદ્ધમાંથી સીરિયામાં ભાગી રહ્યા છે.

ઈઝરાયલના વિસ્તારમાં બે રોકેટ છોડયા

ઈઝરાયલી સૈન્યએ શુક્રવારે જણાવ્યું કે, ગાઝામાં આતંકવાદીઓએ ઈઝરાયલના વિસ્તારમાં બે રોકેટ હુમલા કર્યા હતા. આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ઈઝરાયલને એક મહિનામાં આ વિસ્તારમાં રોકેટ છોડવાની ઘટના જોવા મળી હોય. એક રોકેટને ઈઝરાયલની આયર્યન ડોમ મિસાઈલ સિસ્ટમને રોક્યો જ્યારે બીજું રોકેટ ગાઝા સીમાની પાર કિબુત્ઝની નજીક વેરાન વિસ્તારમાં પડયું હતું.

  • Follow us on: