મિડલ ઈસ્ટ આ સમયે ભડકે બળી રહ્યું છે. ઈઝરાયલ એકબાજું દક્ષિણી લેબેનોની સરહદમાં ઘુસી સઈ હિઝબુલ્લાના ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યું છે. આ દરમ્યાન ઈઝરાયલે લેબેનોન પર ભીષણ હુમલા કરી રહ્યો છે. લેબેનોનની રાજધાની બેરુતમાં એરપોર્ટની પાસે ભીષણ વિસ્ફોટ થયો હતો. ઈઝરાયલે અડધી રાત્રે બેરુતમાં ભીષણ હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલા હિઝબુલ્લાને શક્ય ચીફ હાશેમ સફીદ્દીનને ટાર્ગેટ બનાવીને કરાયો હતો. ઈઝરાયલે જે સમયે આ હુમલા કરાયા હતા એ વખતે સફીદ્દીન સહિત હિઝબુલ્લાના ઘણા મુખ્ય અધિકારીઓ બેઠક કરી રહ્યા હતા.


લેબેનોનમાં ઈઝરાયલી હુમલામાં હિઝબુલ્લાના 37 લડવૈયા ઠાર

લેબેનોનમાં હિઝબુલ્લા પર ઈઝરાયલી સૈન્યનો કહેય યથાવત્ છે. નવા હુમલામાં હિઝબુલ્લાના 37 મોત થયા છે જ્યારે 151 ઘાયલ થયા છે.

પશ્ચિમ કાંઠે હમાસ નેટવર્કના વડાનું અવસાન

 ઈઝરાયેલીના સૈન્ય અનુસાર, શુક્રવારે તાજેતરના હુમલામાં પશ્ચિમ કાંઠે તુલકર્મમાં હમાસ નેટવર્કના વડાને મારી નાખ્યો છે. આ હુમલામાં 18 લોકોનાં મોત થયા છે. ઈઝરાયલની સેનાનું કહેવું છે કે આ હુમલો પશ્ચિમ કાંઠે હમાસના વડા અને તેના સહયોગીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.

સફીદ્દીન સિવાય હિઝબુલ્લાહના નિશાના પર બીજું કોણ છે?

મળતી માહિતી અનુસાર, ઈઝરાયલે બેરુતમાં હાશેમ સફીદ્દીન પર હુમલો કર્યો હતો. આ દરમિયાન તેઓ ગુપ્ત બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓના સિવાય હિઝબુલ્લાહ કમાન્ડર રાશિદ શફ્તી પણ ત્યાં હતો. તે બેરૂતમાં હિઝબુલ્લાહના ટેલિકોમ્યુનિકેશન અને કમ્પ્યૂટર વિભાગનો હવાલો સંભાળે છે. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે તેઓએ આ હુમલામાં હિઝબુલ્લાહના અન્ય એક મોટા નેતા મહમુદ યુસુફ અનીસીને પણ માર્યો છે.

આ હુમલો 27 સપ્ટેમ્બરના હુમલા કરતાં પણ વધુ ભયાનક હતો

લેબેનોનની રાજધાની બેરૂતમાં અડધી રાત્રે ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલ હવાઈ હુમલો 27 સપ્ટેમ્બરના હુમલા કરતાં વધુ ગંભીર હવાઈ હુમલો હતો. આ હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ માર્યા ગયા હતા.

લેબેનોનની રાજધાની બેરુતમાં ઈઝરાયલના હુમલા

ઈઝરાયલે ગુરુવારે અડધી રાત્રે લેબેનોનની રાજધાની બેરુતમાં હિઝબુલ્લાના સીનિયર નેતા હાશિમ સફીદ્દીનને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો. જે સમયે આ હુમલા કર્યો હતો. એ સમયે સફીદ્દીન એક અંડરગ્રાઉન્ડ બંકરમાં હિઝબુલ્લાના સીનિયર લીડર્સની સાથે બેઠક કરી રહ્યા હતા. સફીદ્દીનને નસરુલ્લા પછી હિઝબુલ્લાને આગામી ચીફ કહેવામાં આવતા હતા. જો કે, અત્યાર સુધી આ સંબંધમાં કોઈ સત્તાવાર જાહેરાત નહોતી કરાઈ.


  • Follow us on: