આ સમયે આખા વિશ્વની નજરે મિડલ ઈસ્ટ પર છે. દારૂગોળા પર બેઠેલા મિડલ ઈસ્ટ અત્યારે ખરાબ ગાળામાંથી પસાર થઈ રહ્યું છે. એકબાજું ઈઝરાયલ અહીં હમાસ, હિઝબુલ્લા અને ઈરાનની વિરુદ્ધ એકસાથે ઘણા મોરચે યુદ્ધ લડી રહ્યું છે, તો ઈઝરાયલ પર પણ લેબેનોન અને ઈરાન તરફથી સતત રોકેટ છોડવામાં આવી રહ્યા છે. આ સૌથી વચ્ચે કતારના અમીરે આકરી પ્રતિક્રિયા આપી છે.
કતારના અમીર શેખ તમીમ બિન હામિલ અલ થાનીએ જણાવ્યું કે, મિડલ ઈસ્ટમાં અત્યારે જે થઈ રહ્યું છે તે સામૂહિક નરસંહાર છે. ગાઝા પટ્ટીમાં જે રીતે હુમલા થઈ રહ્યા છે તે લોકોને રહેવા લાયક નથી. આવી સ્થિતિમાં સીઝફાયર માટે ગંભીર પ્રયાસોની જરૂર છે અને અમે આનું આહ્વાન કરીએ છીએ.
કતારના અમીરે ઈઝરાયલને આડે હાથ લેતા કહ્યું કે, લેબેનોનના પ્રદેશમાં ઈઝરાયલની ઘૂસણખોરી કરી અને તેને આવા હુમલા તરત રોકી દેવા જોઈએ. શાંતિ સ્થાપિત કર્યા વગર સુરક્ષા નથી અપાતી.
તેઓએ જણાવ્યું કે, દોહામાં એશિયા કોર્પોરેશન ડાયલોગ સમિટમાં લેબેનોન પર ઈઝરાયલી હુમલાને વખોડયો છે. તેમને કહ્યું કે, ઈઝરાયલ, લેબેનોનમાં એરસ્ટ્રાઈક કરી રહ્યું છે અને તે જમીન પર ગુમલા કરી રહ્યું છે જે યોગ્ય નથી.
ઈઝરાયલ પર ગાઝા પટ્ટીમાં નરસંહારના આરોપ લાગી રહ્યા છે પરંતુ તે આનો વિરોધ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સાત ઑક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. જેમાં 1200 ઈઝરાયલીઓની હત્યા થઈ હતી અને 250થી વધુ લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલના હુમલામાં ગાઝાના 41,500થી વધુ લોકોનાં મોત થઈ ગયા છે. જ્યારે આ અઠવાડિયે ઈઝરાયલે હિઝબુલ્લાની કમર તોડવા લેબેનોનમાં ભીષણ હુમલા કર્યા હતા, જે બાદ ઈરાને પણ ઈઝરાયલ પર તાબડતોબ હુમલા કરી સૌને ચોંકાવી દીધી હતા.