ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ ટોચ પર છે. ગત પહેલી ઑક્ટોબરે ઈરાનના હુમલા પછી ઈઝરાયલે વળતો બદલો લેવા શરૂ કર્યું છે. ઈઝરાયલે લેબેનોન અને સીરિયામાં તાબડતોબ હુમલા શરૂ કર્યા છે. ઈઝરાયલે સીરિયામાં હિઝબુલ્લા ચીફ નસરુલ્લાના જમાઈને ઠાર માર્યો છે. જ્યારે લેબેનોનની રાજધાની બેરુતમાં કરેલા હુમલામાં 40થી વધુ લોકોનાં મોત થયા છે. 



ઈરાનનો દાવો શું છે?

ઈરાન તરફથી મળતી માહિતી અનુસાર, ઈરાનના હુમલાને સંતાડવા ઈઝરાયલે સેટેલાઈટ ઈમેજ સાથે ચેડાં કર્યા છે. સેટેલાઈટ ઈમેજમાં એરબેઝથી ઠીક ઉપર કૃત્રિમ વાદળા દેખાઈ રહ્યા છે. ઈઝરાયલના બાકી વિસ્તારો અને બીજા એરબેઝની ઈમેજ સ્પષ્ટ છે. એરબેઝની સેટેલાઈટ પિકચર સ્પષ્ટ નથી આવી રહી. પહેલી ઑક્ટોબરે ઈરાની મિસાઈલથી ઈઝરાયલના આ એરબેઝને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. 

હિઝબુલ્લાએ શું દાવો કર્યો?

ઈઝરાયલના હુમલા પછી હિઝબુલ્લાએ એવો દાવો કર્યો છે કે તેને ઉત્તરી ઈઝરાયલમાં બેત હિલેલની ઉપર ઉડતા એક ઈઝરાયલી સૈન્ય હેલિકોપ્ટર પર સપાટીથી હવામાં માર કરનારી મિસાઈલો છોડી, જેનાથી તેને પાછળ હટવા મજબૂર થવું પડયું હતું.

અમેરિકાના એક નાગરિકનું પણ મોત

લેબેનોનની રાજધાની બેરુતમાં ઈઝરાયલે કરેલા ભીષણ હુમલામાં એક અમેરિકન નાગરિકનું પણ મોત થયું છે. મળતી માહિતી અનુસાર, તે અમેરિકાના મિશિગનના ડિયરબોર્ન શહેરનો રહેવાસી હતો. 

ઈઝરાયેલના પૂર્વ રાજદૂતનું ભારત અંગે નિવેદન

ઈરાન સાથેના તણાવ વચ્ચે ભારતમાં ઈઝરાયલના પૂર્વ રાજદૂત ડેનિયલ કારમેને ભારત અંગે નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે ઈઝરાયલ માટે ભારત કેટલું મહત્વનું છે. ડેનિયલ કારમેને કહ્યું કે ભારત સાથે અમારા સારા દ્વિપક્ષીય સંબંધો છે. પીએમ મોદીએ 7 ઓક્ટોબરે જે કહ્યું હતું તેની અમે ખૂબ પ્રશંસા કરી. તે ઝડપી અને સ્પષ્ટ હતું. ભૂતપૂર્વ રાજદૂતે કહ્યું કે હું માનું છું કે ભારતે પરિસ્થિતિને ખૂબ નજીકથી અનુસરવી જોઈએ કારણ કે તે ભારત સાથે પણ સંબંધિત છે.


ઈઝરાયેલ બદલો લીધો, નસરુલ્લાહના જમાઈની હત્યા

ઈરાનના હુમલા બાદ ઈઝરાયલે બદલો લેવાનું શરૂ કરી દીધું છે. ઈઝરાયલે સીરિયા અને લેબેનોનમાં હુમલા કરી રહ્યો છે. તેણે લેબનોનની રાજધાની બેરૂતમાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં 46 લોકોનાં મોત થયા હતા. અને 85 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. બીજી તરફ ઈઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસ પર પણ હુમલો કર્યો છે, જેમાં હિઝબુલ્લાના ચીફ નસરુલ્લાહનો જમાઈ માર્યા ગયા હોવાના રિપોર્ટ છે.

  • Follow us on: