જગત જમાદાર એવા અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જોરદાર જીત નોંધાવનાર ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકન યુવતીઓએ વિચિત્ર આંદોલન ચલાવવાની જાહેરાત કરી છે. ઉદારવાદી જૂથની અમેરિકન યુવતીઓઓનું કહેવું છે કે તેઓ ટ્રમ્પને મત આપનારા પુરુષો સાથે ન તો લગ્ન કરશે કે ન તો પ્રેમમાં પડશે.


અમેરિકન યુવતીઓનું કહેવું છે કે તેઓ ટ્રમ્પને મત આપનારા છોકરાઓ સાથે ન તો ડેટ કરશે કે ન તો શારીરિક સંબંધો બાંધશે. યુવતીઓએ ઓછામાં ઓછા આગામી 4 વર્ષ માટે આ જાહેરાત કરી છે. આ આશ્ચર્યજનક ઝૂંબેશથી આખા અમેરિકામાં હોબાળો મચી ગયો છે.

મળતી માહિતી અનુસાર, અમેરિકામાં ચૂંટણી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતશે તો ઉદારવાદી મહિલાઓએ સેક્સ સ્ટ્રાઈક પર જવાની પ્રતિજ્ઞા લીધી હતી. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે 5 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની રેસમાં મોટી જીત મેળવી હતી, જેને ડેમોક્રેટ્સે ગર્ભપાતના અધિકારો અને મહિલાઓની સુરક્ષા પર જનમત સંગ્રહ તરીકે રજૂ કર્યો હતો. કોરિયન નારીવાદી ચળવળમાંથી પ્રેરણા લઈને, કેટલીક મહિલાઓ હવે ટ્રમ્પને મત આપનારા પુરુષોને સજા કરવા માટે આવી ધમકીઓ આપી રહી છે. સ્ત્રીઓનો આ આગ્રહ એવો છે કે, પુરૂષોથી સેક્સને રોકવાની પ્રતિજ્ઞા લઈ રહી છે.

4 વર્ષ સુધી કોઈ ડેટિંગ અને સંબંધ નહીં

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં આઉટગોઇંગ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની હાર બાદ "4B ચળવળ"માં આવી ઉદારવાદી યુવતીઓમાં રસ વધ્યો છે. છોકરીઓએ સોશિયલ મીડિયા પર તેમના વીડિયો શેર કરતી વખતે તેના ચાર બી શેર કર્યા છે. આ વચન છે "કોઈ સેક્સ, કોઈ ડેટિંગ અથવા લગ્ન નહીં અને પુરુષો સાથે બાળકો નહીં. આ આગામી ચાર વર્ષ માટે છે. TikTok પર શેર કરવામાં આવેલા વીડિયોમાં, એક યુવતી બ્રહ્મચારી રહેવાનું વચન આપે છે અને અન્ય લોકોને ડેટિંગ એપ્લિકેશન્સ કાઢી નાખવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.


  • Follow us on: