• આંઠ દિવસથી ચાલી રહેલું હમાસ અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ યથાવત
  • ગાઝામાં વિદેશી નાગરિકોને રફાહ બોર્ડર દ્વારા ઇજિપ્તમાં પ્રવેશવાની મંજૂરી
  • ઇજિપ્તે કરાર અમલમાં ન આવે ત્યાં સુધી US નાગરિકોને બોર્ડર ક્રોસિંગ પર રોક

ઇજિપ્ત, ઇઝરાયેલ અને અમેરિકા ગાઝામાં વિદેશી નાગરિકોને રફાહ બોર્ડર દ્વારા ઇજિપ્તમાં પ્રવેશવાની મંજૂરી આપવા માટે સહમત થયા છે. પરંતુ ઇજિપ્તે કરાર અમલમાં ન આવે ત્યાં સુધી અમેરિકન નાગરિકોને રફાહ ક્રોસિંગ પરથી પસાર થવા પર ઇનકાર કર્યો હતો. 

મળતી માહિતી મુજબ ઇઝરાયલે પેલેસ્ટિનિયન પ્રદેશોમાંથી બહાર નીકળતી વખતે વિદેશી નાગરિકો જ્યાંથી પસાર થશે તેવા વિસ્તારો પર હુમલો કરવાથી દૂર રહેવા સંમત થયા છે. ઇજિપ્ત, ઇઝરાયેલ અને અમેરિકા ગાઝામાં વિદેશી નાગરિકોને રફાહ બોર્ડર દ્વારા ઇજિપ્તમાં પ્રવેશવાની મંજૂરી આપવા માટે સહમત થયા છે પરંતુ ઇજિપ્તે કરાર અમલમાં ન આવે ત્યાં સુધી અમેરિકન નાગરિકોને રફાહ બોર્ડર ક્રોસ કરવા પર ઇનકાર કર્યો હતો. 

રફાહ સરહદ દ્વારા ગાઝાને માનવતાવાદી સહાય પહોંચાડવાની મંજૂરી આપવા માટે વાટાઘાટો હજુ પણ ચાલુ છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે રફાહ સરહદની ઇજિપ્તની બાજુએ ગાઝાથી આવતા વિદેશી નાગરિકો માટે શનિવારે બપોરે તેને ફરીથી ખોલવા માટે સૂચનો મળ્યા હતા. આ કરાર એવા સમયે થયો છે જ્યારે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલે પેલેસ્ટિનિયનોને ઉત્તરી ગાઝા પટ્ટીમાંથી હટી જવાનો આદેશ આપ્યો છે. 

આંઠ દિવસથી ચાલી રહેલું હમાસ અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધનો અંત દેખાઇ નથી રહ્યો તેવામાં ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર અબ્દુલ્લાહિયાને શનિવારે ઈઝરાયેલને ગાઝા પરના હુમલા બંધ કરવા હાકલ કરી હતી અને ચેતવણી આપી હતી કે જો હિઝબુલ્લાહ લડાઈમાં જોડાશે તો યુદ્ધ મધ્ય પૂર્વના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે અને ઈઝરાયેલને ભારે નુકસાન વેઠવું પડશે. 

  • Follow us on: