• ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે 50 દિવસથી યુદ્ધ યથાવત
  • હમાસ-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામનો આજે ચોથો દિવસ
  • ઈઝરાયેલ પેલેસ્ટિનિયન કેદીઓને પણ કરશે મુક્ત 

હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામનું મુખ્ય કારણ એ છે કે જો હમાસ ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના બંધકોને મુક્ત કરશે તો ઈઝરાયેલ પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરશે. આજે કામચલાઉ યુદ્ધવિરામનો છેલ્લો દિવસ છે. હમાસ હવે ઈઝરાયલ સમક્ષ ઘૂંટણિયે જોવા મળી રહ્યો છે, પરંતુ ઈઝરાયેલે મોટી શરત મૂકી છે.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે 50 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને તરફથી ભારે ગોળીબાર અને બોમ્બમારો થઈ રહ્યો છે. આ યુદ્ધમાં ઘણા નાગરિકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. આ યુદ્ધમાં હમાસ અને ઈઝરાયેલે એકબીજાના નાગરિકો અને કેદીઓને બંધક બનાવ્યા હતા. હવે બંધકોને છોડાવવા માટે બંને વચ્ચે ચાર દિવસના કામચલાઉ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન બંને તરફથી કોઈપણ પ્રકારનો હુમલો થશે નહીં.

જાણો શું છે હમાસની ઈચ્છા

સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર ઘટના સાથે જોડાયેલા લોકોને ટાંકીને સમાચાર આવ્યા છે કે હમાસે ઈઝરાયેલના મધ્યસ્થીઓને જાણ કરી છે કે યુદ્ધવિરામ બેથી ચાર દિવસ માટે લંબાવવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો અસ્થાયી યુદ્ધવિરામ સમજૂતી આગળ વધે છે તો તે લગભગ 20થી 40 ઇઝરાયેલ બંધકોને મુક્ત કરી શકે છે. યુદ્ધવિરામ કરારને લંબાવવાની દરખાસ્ત દર્શાવે છે કે હમાસે ઇઝરાયલને આત્મસમર્પણ કર્યું છે.

જાણો શું કહ્યું PM બેન્જામિન નેતન્યાહુ

ઇઝરાયેલી સરકાર કહે છે કે જો હમાસ દરરોજ ઓછામાં ઓછા 10 ઇઝરાયેલી કેદીઓને મુક્ત કરે તો તે યુદ્ધવિરામને લંબાવવા માટે તૈયાર છે. આનાથી સ્પષ્ટ છે કે એક દિવસ હમાસને યુદ્ધવિરામના બદલામાં 10 ઈઝરાયેલી નાગરિકોને મુક્ત કરવા પડશે. સાથે જ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે યુદ્ધવિરામની સમયમર્યાદા પૂરી થતાં જ અમારી સેના ગાઝા પટ્ટી પર હુમલો કરશે.

  • Follow us on: