• ગાઝા પટ્ટીમાં યુદ્ધના કારણે ખરાબ સ્થિતિ
  • હજારો લોકોએ ગાઝા સહાય વેરહાઉસ પર કર્યો હુમલો 
  • રાશન અને જીવનજરૂરિયા ચીજવસ્તુંને લઇ લોકોમાં ઝપાઝપી

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરે શરૂ થયેલી લડાઈ 21 દિવસ પછી પણ ચાલુ છે. ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટી પર હવાઈ અને જમીની હુમલો કર્યો છે. ગાઝા પટ્ટીમાં યુદ્ધના કારણે ખરાબ સ્થિતિ છે. પેલેસ્ટિનિયન શરણાર્થીઓ ખોરાક અને અન્ય સામાન માટે ભયાવહ સ્થિતિ સર્જાઇ છે.

રાશન અને જીવનજરૂરિયા ચીજવસ્તુંને લઇ લોકોમાં ઝપાઝપી

ગાઝાના હજારો લોકોએ ખાદ્યપદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓને એકત્રિત કરવા માટે ગાઝા સહાય વેરહાઉસ પર હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. US એજન્સીએ જણાવ્યા મુજબ, હજારો લોકોએ ગાઝા સહાય વેરહાઉસ પર હુમલો કર્યો અને સામાન અને ખાદ્યપદાર્થો માટે ઝપાઝપી કરી હતી. ગાઝામાં યુએન એજન્સીના ડાયરેક્ટર થોમસ વ્હાઇટે રવિવારે જણાવ્યું હતું કે જાનહાનિનું સ્તર ચિંતાજનક છે અને ઇઝરાયેલ અને ગાઝાના હમાસ શાસકો વચ્ચે ત્રણ અઠવાડિયાના યુદ્ધ પછી ભૂખ્યા-તરસ્યા ગાઝાના નાગરિકોને હાલાકી ભોગવી રહ્યા છે. આખરે ગાઝા સહાય વેરહાઉસ પર મોટી સંખ્યામાં લોકો જીવન જરૂરિયાતો લેવા માટે ટૂટી પડ્યા હતા. 

230 બંધકોને મુક્ત કરવા માટે સર્ચ ઓપરેશન

ગાઝામાં લાખો લોકોને મૂળભૂત સેવાઓ પૂરી પાડવા માટે UNRWA એજન્સી મદદરૂપ થાય છે. આ વિસ્તારની તેની તમામ શાળાઓ સંઘર્ષથી વિસ્થાપિત પેલેસ્ટિનિયનોથી ભરેલી છે. બીજી તરફ, ઇઝરાયેલની સેનાએ લોકોને ખાતરી આપી કે તે હમાસ સામેના યુદ્ધના બે ઉદ્દેશ્યો એક સાથે હાંસલ કરી શકે છે, જેમાં ગાઝા પટ્ટીમાંથી આતંકવાદીઓના શાસનને ઉથલાવી નાખવું અને ઇઝરાયેલમાંથી અપહરણ કરાયેલા લગભગ 230 બંધકોને મુક્ત કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

યુદ્ધના કારણે હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા

હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો અને 1,400 થી વધુ લોકોની હત્યા કરી હતી, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. હમાસ-નિયંત્રિત ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના જવાબી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 7,700 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. ઈઝરાયેલ સરકારે હજુ સુધી જણાવ્યું નથી કે બચાવ કામગીરી કેવી રીતે હાથ ધરવામાં આવશે. શનિવારના અંતમાં એક ટેલિવિઝન સંબોધનમાં, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ બંધકોના પરિવારોની વેદનાને સ્વીકારી અને વચન આપ્યું કે તેમની મુક્તિ એ હમાસને ખતમ કરવાના હેતુથી ઇઝરાયેલના યુદ્ધ કરી રહ્યું છે.


  • Follow us on: