- ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના સૈનિકોએ કર્યું એર સ્ટ્રાઇક
- ઈઝરાયેલે ગાઝામાં હમાસના 250 અડ્ડા કર્યા ધ્વસ્ત
- યુદ્ધમાં હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા
ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના સૈનિકોએ હમાસના આતંકવાદીઓના અડ્ડાને સતત નિશાન બનાવી રહી છે. સુરક્ષા દળોએ હમાસ કમાન્ડર મદથ મુબાશરને ઠાર કર્યો ત્યારે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)ને મોટી સફળતા મળી હતી. ઇઝરાયેલ હવે યુદ્ધમાં હમાસને સબક ચખાડશે.
ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના સૈનિકોએ કર્યું એર સ્ટ્રાઇક
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના સૈનિકો ગાઝા પટ્ટીમાં સતત કાર્યવાહી કરી રહ્યા છે. IDF, જે ગાઝા પટ્ટીમાં હમાસના આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો દાવો કરી રહી છે, તેને એક મોટી સફળતા મળી જ્યારે હમાસની પશ્ચિમી ખાન યુનિસ બટાલિયનના કમાન્ડર મદથ મુબશર માર્યા ગયા. ગુરુવારે રાત્રે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં કમાન્ડર મદથના મૃત્યુની પુષ્ટિ ઇઝરાયેલી સંરક્ષણ દળોએ પોતે કરી હતી.
હમાસના 250 અડ્ડા કર્યા ધ્વસ્ત
ઈઝરાયેલ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. IDF હમાસ સામેના અથડામણમાં તમામ તબક્કાવાર હુમલો કરવામાં આવી રહ્યો છે. IDFએ અગાઉ દિવસોમાં ગાઝા પટ્ટીમાં હમાસના 250 અડ્ડા ધ્વસ્ત કરવામાં આવ્યા છે. વધુમાં ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું. હમાસની પશ્ચિમી ખાન યુનિસ બટાલિયનના કમાન્ડર મદથ મુબશર, IDF એરસ્ટ્રાઇકમાં ઠાર કર્યો છે. ઈઝરાયેલના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સતત હિંસક અથડામણના અહેવાલો મળી રહ્યા છે. આવી જ એક ઘટનામાં, IDFએ જેનિન શરણાર્થી શિબિરમાં રાતોરાત અથડામણ દરમિયાન પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદની જેનિન વિંગના ફિલ્ડ કમાન્ડર, આઇસર મોહમ્મદ અલ-આમેરની હત્યાની પણ પુષ્ટિ કરી હતી. સેનાએ જેનિન શરણાર્થી શિબિર અને કાલ્કિલ્યા શહેરમાં પેલેસ્ટિનિયન બંદૂકધારીઓ સાથેની અથડામણની પણ પુષ્ટિ કરી હતી
IDFએ પશ્ચિમ કાંઠે લગભગ 1,030 વોન્ટેડ પેલેસ્ટિનિયનોની ધરપકડ
હમાસ સાથેના અથડામણમાં ઈઝરાયેલ તરફથી કોઈ ઈજાના અહેવાલ નથી. સેનાના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બેંકમાં આખી રાત ધરપકડ અને દરોડાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. IDF સૈનિકોએ હમાસ આતંકવાદી જૂથના 17 સભ્યો અને અન્ય 19 વોન્ટેડ પેલેસ્ટિનિયનોની અટકાયત કરી હતી. 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ ગાઝા પટ્ટીમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી IDFએ પશ્ચિમ કાંઠે લગભગ 1,030 વોન્ટેડ પેલેસ્ટિનિયનોની ધરપકડ કરી હોવાના અહેવાલ છે. જેમાં હમાસ સાથે જોડાયેલા લગભગ 670 લોકોના નામ પણ સામેલ છે.