- ઈઝરાયેલના હુમલામાં ગાઝા પટ્ટીના ઘણા વિસ્તારો સંપૂર્ણ પણે બરબાદ
- ગાઝા પટ્ટીમાં નાગરિકોને બચાવવા દરેક પ્રયાસો કરવા જોઈએ: એન્ટની બ્લિંકન
- IDFએ યુદ્ધને લઈને ખાસ પ્લાન બનાવ્યો: PM નેતન્યાહૂ
ઈઝરાયેલના હુમલામાં ગાઝા પટ્ટીના ઘણા વિસ્તારો સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયા છે. છેલ્લા સાત દિવસથી શરૂ થયેલ યુદ્ધવિરામ બાદ હવે ઈઝરાયેલની સેના તેના નવા આયોજન સાથે આગળ વધવા જઈ રહી છે. ઈઝરાયેલે ગાઝા પટ્ટીને 3000થી વધુ ઝોનમાં ફેરવવામાં આવ્યા છે.
7 દિવસના યુદ્ધવિરામ બાદ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઇઝરાયેલની સેનાએ યુદ્ધને લઇને ખાસ રણનીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે. તેની નવી યોજના અનુસાર, ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટીને 3000 થી વધુ ઝોનમાં વહેંચી દીધા છે. ઈઝરાયેલના આ પગલા પાછળ એક મોટી યોજના છે.
ગાઝા પટ્ટીમાં નાગરિકોને બચાવવા દરેક પ્રયાસો કરવા જોઈએ: એન્ટની બ્લિંકન
તાજેતરમાં જ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM નેતન્યાહૂની આગેવાની હેઠળની યુદ્ધ કેબિનેટમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે ગાઝા પટ્ટીમાં નાગરિકોને બચાવવા માટે દરેક શક્ય પ્રયાસો કરવા જોઈએ અને યુદ્ધને કારણે નાગરિકોના ઓછામાં ઓછા મૃત્યુ થવા જોઈએ. આ સાથે લોકોને મોટા પાયે વિસ્થાપનમાંથી પસાર થવું ન જોઈએ. અમેરિકાની આ કડક ચેતવણી બાદ ઈઝરાયેલની આર્મી IDFએ યુદ્ધને લઈને ખાસ પ્લાન બનાવ્યો છે. IDF વોર રૂમમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ગાઝામાં હવાઈ હુમલા દરમિયાન ત્યાં હાજર લોકોની સુરક્ષા માટે સમગ્ર ગાઝા પટ્ટીને અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવે.
IDF નકશો બહાર પાડ્યો
IDFએ ગાઝા પટ્ટીને અલગ-અલગ ઝોનમાં વિભાજીત કરવા અંગેનો નકશો પણ બહાર પાડ્યો છે. દરેક વિસ્તારને નંબર આપવામાં આવ્યો છે. ઈઝરાયેલની સેનાએ ગાઝામાં હાજર લાખો લોકોને અપીલ કરી છે કે તેઓ આ નકશામાં પોતાના વિસ્તારની ઓળખ કરે અને તે વિસ્તારની સંખ્યાને હંમેશા ધ્યાનમાં રાખે. IDF અનુસાર, ગાઝાના લોકોને હવાઈ હુમલા અથવા લશ્કરી કાર્યવાહી પહેલા જાણ કરવામાં આવશે. લોકોને કેટલાક વિસ્તારો ખાલી કરવા માટે કહેવામાં આવશે. હુમલા પહેલા સેના તે વિસ્તારોના નંબર જણાવશે, ત્યારબાદ તે જગ્યાને તાત્કાલિક ખાલી કરવી પડશે નહીંતર હુમલામાં જાનહાનિ થઈ શકે છે. ઈઝરાયેલનું માનવું છે કે આનાથી નિર્દોષ લોકોને યુદ્ધમાં જીવ ગુમાવતા અટકાવવામાં આવશે અને હમાસ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી પણ ચાલુ રહેશે.
હવે વિનાશ બાદ જીવ બચાવવાનો પ્રયાસો
વાસ્તવમાં ઈઝરાયેલ દ્વારા હમાસ પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં ગાઝાના ઘણા વિસ્તારો સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે. યુદ્ધમાં હજારો નાગરિકો પણ માર્યા ગયા છે. યુદ્ધમાં હજારો નાગરિકો પણ માર્યા ગયા છે. આવી સ્થિતિમાં ઘણા દેશો દ્વારા ઈઝરાયેલની ટીકા પણ કરવામાં આવી હતી. જે બાદ હવે ઈઝરાયલે આ પગલું ભર્યું છે.