• 30 સપ્ટેમ્બરના રોજ ધર્મી યુવકોએ કિશોરી પર આચર્યુ દુષ્કર્મ
  • પીડિતાના પરિવારજનોએ 2 દિવસ ધક્કાખાધા બાદ નોંધી ફરિયાદ
  • તમામ પુરવા હોવા છતા પોલીસે આરોપીની ધરપકડ ન કરી હોવાના આક્ષેપ

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 15 વર્ષની સગીર હિન્દુ કિશોરી પર સામૂહિક દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. મામલો સામે આવ્યો છે, મળતી માહિતી મુજબ 7 શખ્સોએ હિન્દુ બાળકીનું ઘરેથી અપહરણ કરીને દુષ્કર્મ આચર્યુ હતું. પીડિતાના પરિવારને જાણ થતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા જતા પોલીસે ફરિયાદ ન લેવા રકઝક કરી હતી. જોકે પીડિતાના પરિવારના વિરોધના 2 દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી. 

 પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં 15 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. 30 સપ્ટેમ્બરના રોજ ધર્મી યુવકો દ્વારા કિશોરીનું તેના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. પીડિતાના પરિવારજનોને જાણ થતા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા દોડી ગયા હતા જોકે પોલીસે 2 દિવસ બાદ ફરિયાદ નોંધી હતી પરંતુ હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

મળતી માહિતી મુજબ સિંધ પ્રાંતના મીરપુર ખાસમાં રહેતી 15 વર્ષની કિશોરીનું  અપહરણ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં યુવતીએ આરોપ લગાવ્યો છે કે 7 વિધર્મી યુવકોએ તેનું અપહરણ કર્યું હતું અને તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ વીડિયોમાં યુવતીએ આરોપ લગાવ્યો છે કે પોલીસ FIR નોંધવા બાબતે પણ રકઝક કરી હતી. યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનના અનેક વાર ધક્કાખાધા અને વિરોધ પણ કર્યો બાદ મીરપુર ખાસ પોલીસે કેસ નોંધ્યો હતો, પરંતુ યુવતીની હાજરી છતા હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. આખેર ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.







  • Follow us on: