- ભારત-કેનેડા વિવાદ મુદ્દે રિસર્ચ ફેલો દિનશા મિસ્ત્રીનું નિવેદન
- ભારત-અમેરિકાના સંબંધો પર મોટી અસર પડશે: નિષ્ણાતો
- દેશ-વિદેશના રાજકીયક્ષેત્રમાં સબંધોને ટકાવવા માટે આપી સલાહ
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર લાગેલા આરોપોને કારણે ભારત સાથે કેનેડાના સંબંધો ખૂબ જ ખરાબ થઇ રહ્યા છે. ઘણા નિષ્ણાતો સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવે છે કે, આ વિવાદથી ભારત અને અમેરિકાના રાજદ્વારી સંબંધો પર મોટી અસર પડશે. આ મામલે ANI દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચર્ચા દરમિયાન સ્ટેનફોર્ડ લો સ્કૂલના રિસર્ચ ફેલો ભારત-અમેરિકા સંબંધો અંગે ચેતવણી આપી રહ્યા છે. રિસર્ચ ફેલો દિનશા મિસ્ત્રીએ આ મુદ્દે ચાલી રહેલી ચર્ચામાં પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. ભવિષ્યના સંબંધોને લઈને ભારતને સલાહ પણ આપી.
ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીયો સામેલ હોવાના કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના દાવા પર દિનશા મિસ્ત્રી કહે છે, "મને લાગે છે કે આમાંથી ઘણા પાઠ શીખી શકાય છે, ખાસ કરીને યુએસ-ભારત સંબંધો માટે. કેનેડા-ભારત સંબંધો હવે કેવા છે. ? આ એવી વસ્તુ છે જેને ખરાબ થવાની જરૂર નથી. આ માટે થોડી ઊંડી વાતચીતની જરૂર પડશે. હું ખરેખર ભારતીયો સાથે વાતચીત કરવા માંગુ છું. " બેસીને વિચારવાની જરૂર છે કે, આપણે આતંકવાદ સામે કેવા પગલા લેવા જોઈએ. જો આપણે એવું નહીં કરીએ તો આપણે એવી પરિસ્થિતિમાં આવી શકીએ છીએ જે આપણે અત્યારે કેનેડા-ભારતમાં જે વિવાદ ચાલી રહ્યો
છે તેનાથી પણ વધુ ખરાબ પરીસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
"ખાલિસ્તાની મુદ્દાને કારણે આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે"
આ ચર્ચામાં શીખ ઓફ અમેરિકાના અધ્યક્ષ જેસી સિંહે જણાવ્યું હતું કે, "ખાલિસ્તાની મુદ્દાને કારણે આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે..." તેમણે બંને વડાપ્રધાનો વચ્ચેની વિવાદાસ્પદ મુલાકાત વિશે કહ્યું, 'PM ટ્રુડોએ PM મોદીને મળ્યા બાદ PM ટ્રુડોએ ભારતમાં જે કહ્યું તે ખૂબ જ સંતુલિત નિવેદન હતું. પરંતુ કેનેડા પહોંચતા જ તે બદલાઈ ગયા. જો આ મુદ્દા પર ટ્રુડો ભારતમાં હતા ત્યારે આ વાત જાહેરમાં કેમ ન કહી. જેથી એ તારણ નીકળ્યું છે. કે કેનેડામાં રાજકીય રમત ચાલી રહી છે. બંને દેશોએ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. પરંતુ ટ્રુડો અત્યાર સુધી કોઈ પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા છે.