• વિદેશ મંત્રી એસ.જયશંકરે અનેક મુદ્દાઓ પર ચીનને બાણમાં લીધું
  • ભારતે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવાની આપી સલાહ
  • આર્થિક સહયોગ આપીને પ્રદેશમાં સ્થિરતા જાળવી રાખવી જોઈએ: જયશંકર

વિદેશ મંત્રી એસ.જયશંકરે ચીન પર નિશાન સાધતા કહ્યું હતું કે, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) એ આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોનું સખતપણે પાલન કરીને, એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરીને અને આર્થિક સહયોગને પ્રોત્સાહિત કરીને પ્રદેશમાં સ્થિરતા જાળવી રાખવી જોઈએ.

અનેક મુદ્દાઓ પર ચીનને ભારતે લીધું બાણમાં 

ચીનની અવળચંડાઇ તમામ દેશો જાણે છે. ચીન ભૂ-વિસ્તાર વધારવા માટે કોઇ પણ હદ પાર કરી શકે છે. તેવામાં  કિર્ગિસ્તાનના બિશ્કેકમાં SCO ના સરકારના વડાઓના 22મા સત્રને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે વિદેશ મંત્રી એસ.જયશંકરે ચીન પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)એ આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોનું સખતપણે પાલન કરીને એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરીને અને આર્થિક સહયોગને પ્રોત્સાહિત કરીને પ્રદેશમાં સ્થિરતા જાળવી રાખવી જોઈએ સાથે જ આપણે સાથે મળીને કામ કરવું જોઈએ. 

સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવાની સલાહ

બેઈજિંગ પાકિસ્તાનમાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)માં અબજો ડોલરનું રોકાણ કરી રહ્યું છે. ભારતે પાકિસ્તાનમાં આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે, કારણ કે કોરિડોર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થાય છે. તેવામાં વિદેશ મંત્રી એસ.જયશંકરે SCOએ એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરીને અને આર્થિક સહયોગને પ્રોત્સાહિત કરીને આ ક્ષેત્રમાં સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ, જ્યારે આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોનું સખતપણે પાલન કરવું જોઈએ. આ સંદર્ભમાં મધ્ય એશિયાઈ રાષ્ટ્રોના હિતોની કેન્દ્રિયતા મહત્વની ભૂમિકા ભજવે છે. ભારત-મધ્ય એશિયા-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC) અને ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) સમૃદ્ધિ બૂસ્ટર્સ બની શકે છે.  

  • Follow us on: