• ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુએ રીલ્સ બનાવી
  • અંજુ ઈન્સ્ટાગ્રામથી લઈને ફેસબુક અને યુટ્યુબ સુધી ફેમસ થઈ
  • એક રીલમાં અંજુ વાદળી સ્કર્ટ અને સફેદ ટોપમાં ડાન્સ કર્યો

ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુ હવે ત્યાંની સ્ટાર બની ગઈ છે. અંજુએ નસરુલ્લાહ સાથે લગ્ન કર્યા છે કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ મળી નથી. પરંતુ અંજુના સોશિયલ મીડિયા પર આવતા વીડિયો ઘણું બધું કહી જાય છે. અંજુ આ સમયે ઈન્સ્ટાગ્રામથી લઈને ફેસબુક અને યુટ્યુબ સુધી ફેમસ થઈ ગઈ છે. તેની યુટ્યુબ પર ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર તેની પ્રોફાઇલ છે. આ પ્રોફાઇલ્સ પર બોલિવૂડ ગીતો પર અંજુની ડાન્સ રીલ્સ પણ અપલોડ કરવામાં આવી છે. આ સિવાય ફેસબુક પર એક ઈન્ટરવ્યુમાં નસરુલ્લાહએ જણાવ્યું છે કે અંજુ પાકિસ્તાન કેમ આવી છે. અંજુ અને નસરુલ્લા હાલ ખૈબર પખ્તુનખ્વાના અપર ડીરના કુલશોન ગામમાં રહે છે.

https://www.instagram.com/reel/CvZSPnrthzB/

અંજુના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક રીલ્સ જોઈને ખબર પડે છે કે તે ત્યાં કેવી રીતે રહે છે. એક રીલમાં અંજુ વાદળી સ્કર્ટ અને સફેદ ટોપમાં ડાન્સ કરી રહી છે. અન્ય એક વીડિયોમાં તે બુરખામાં જોવા મળી રહી છે. એક વીડિયો સાંભળીને ખબર પડે છે કે અંજુ પાકિસ્તાન શા માટે ગઈ હતી. નસરુલ્લાહ અવારનવાર અંજુને અપર ડીરના ફોટોગ્રાફ્સ મોકલતા હતા. અંજુને એ જગ્યા ખૂબ જ સુંદર લાગી હતી. આ પછી તે પાકિસ્તાન જવાના સપના જોવા લાગી હતી. આ સપનું પૂરું કરવા માટે અંજુ પાકિસ્તાનના ખૈબર પહોંચી અને નસરુલ્લાહ સાથે રહેવા લાગી છે.


ભારત પરત ફરવા પર સસ્પેન્સ

અંજુ વિશેના સમાચાર આવતા જ તેણે કહ્યું હતું કે તે એક-બે દિવસમાં ભારત પરત ફરશે. અંજુ એક મહિનાના વિઝા પર પાકિસ્તાન ગઈ છે. પરંતુ જે નિવેદનો આવી રહ્યા છે તેના પરથી લાગે છે કે તે અત્યારે ભારત આવી રહી નથી. અંજુ અને નસરુલ્લાહની મિત્રતા વર્ષ 2019માં ફેસબુક પર શરૂ થઈ હતી. અંજુએ બે દિવસ પહેલા તેના પિતા સાથે વાત કરી હતી. અંજુએ તેના પિતાને ફોન પર કહ્યું હતું કે તેના અને નસરુલ્લાના લગ્નના સમાચાર ખોટા છે.


  • Follow us on: