ઈન્ડોનેશિયામાં આવેલા માઉન્ટ લેવોટોબી જવાળામુખીમાં ફરીથી વિસ્ફોટ થયો છે. આ દરમ્યાન જવાળામુખીની રાખ 10 કિલોમીટની ઉંચાઈ સુધી પહોંચી ગઈ છે. આ વિસ્ફોટ એટલો તો શક્તિશાળી હતો કે, આજુબાજુના ઘણા કિલોમીટરના વિસ્તારમાં રહેતા હજારો લોકોને સલામત સ્થળે ખસેડવાની નોબત આવી હતી. આ જવાળમુખી વિસ્ફોટમાં અત્યાર સુધી કુલ નવ લોકો મોતને ભેટી ચુક્યા છે.


 

 

ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી વિસ્ફોટ થયો

ઈન્ડોનેશિયાના પૂર્વ વિસ્તારમાં આવેલા નુસા ટેંગારા પ્રાંતમાં માઉન્ટ લેવોટોબી શુક્રવારે ફરી ફાટી નીકળ્યો હતો. જેમાં વિસ્ફોટને કારણે રાખ 10 કિમીની ઊંચાઈ સુધી ફેલાઈ ગઈ હતી. આ પછી હવાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ અંગે વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર સવારે 10:48 વાગ્યે થયો હતો. વિસ્ફોટ થતા તેની રાખ પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ અને ક્રેટરની ઉત્તર તરફ ફેલાય છે. જેથી આસપાસના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

7 કિમી વિસ્તારને ભયજનક જાહેર કરાયો છ

મળતી માહિતી અનુસાર, ઈન્ડોનેશિયાના માઉન્ટ લેવોટોબી પર્વત પર જવાળામુખી બાદ વહીવટી તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે. જવાળમુખીથી આશરે 7 કિમી સુધીના વિસ્તારને ભયજનક જાહેર કરવામાં આવ્યો છે. ઉડ્ડયન માટે વોલ્કેનો ઓબ્ઝર્વેટરી નોટિસ 'રેડ લેવલ' પર જાહેર કરવામાં આવી હતી, જે ભારે ચેતવણી છે, જેમાં ખાડો અને તેની આસપાસ 6,000 મીટરથી નીચેની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વિમાનોને રાખના વાદળો વિશે પણ ચેતવણી આપવામાં આવી હતી જે ફ્લાઇટ્સને કોઈપણ પ્રકારના સંકેત નહીં આપી શકે.

જ્વાળામુખી ફાટવાથી 9 લોકોના મોત થયા હતા

તમને જણાવી દઈએ કે માઉન્ટ લેવોટોબી રવિવારે મોડી રાત્રે ફાટ્યો હતો, જેના કારણે 9 લોકોના મોત થયા હતા અને 63 લોકો ઘાયલ થયા હતા. 4,000 થી વધુ લોકોએ તેમના ઘર છોડવા પડ્યા. ગરમ વાદળો અને જ્વાળામુખીની સામગ્રીએ સેંકડો ઘરો અને ઇમારતોનો નાશ કર્યો, જેના કારણે આ વિસ્તારમાં આગ લાગી. માઉન્ટ લેવોટોબી, 1,584 મીટરની ઉંચાઈ પર, ઇન્ડોનેશિયાના 127 સક્રિય જ્વાળામુખીમાંથી એક છે.

 જ્વાળામુખી ફાટવાથી 9 લોકોનાં મોત થયા

ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયાના પર્વત માઉન્ટ લેવોટોબી મોડી રાત્રે ફાટ્યો હતો, જેના કારણે 9 લોકોનાં મોત થયા હતા અને 63 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત 4,000થી વધુ લોકોએ તેમના ઘર છોડવા પડ્યા હતા. આના લીધે ગરમ વાદળો અને જ્વાળામુખીની સામગ્રીએ સેંકડો મકાનો અને ઈમારતોનો નાશ કર્યો હતો. જેના કારણે આ વિસ્તારમાં આગ લાગી હતી. . માઉન્ટ લેવોટોબી, 1,584 મીટરની ઉંચાઈ પર, ઈન્ડોનેશિયાના 127 સક્રિય જ્વાળામુખીમાંથી એક છે.

માઉન્ટ મરાપી પણ વિસ્ફોટ થયો

મળતી માહિતી અનુસાર, ઈન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં માઉન્ટ મરાપી ગુરુવારે સવારે ફાટી નીકળ્યો હતો, જે હવામાં 800 મીટર ઉંચી રાખ ફેલાઈ હતી. ડુંગર પર જવાળમુખી વિસ્ફોટને લીધે તેની રાખ ઉત્તર-પૂર્વમાં ફેલાઈ ગઈ હતી.

લાવા પ્રવાહની ચેતવણી જાહેર કરાઈ

ઈન્ડોનેશિયાના સ્થાનિકોને જે સ્થળે જવાળમુખી ફાટી નીકળ્યો હતો અને તેની રાખ ઉંચે ઉડી હતી તે ખાડો 4.5 કિલોમીટરની ત્રિજ્યામાં પ્રવૃત્તિઓ ટાળવા ચેતવણી આપવામાં આવી હતી. જ્વાળામુખીના ઢોળાવ પર ઉદ્દભવતી નદીઓના કાંઠે રહેતા રહેવાસીઓને ભારે વરસાદ દરમિયાન સંભવિત લાવાના પ્રવાહ માટે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી હતી.


  • Follow us on: