અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા પછી ગેરકાયદે રીતે અમેરિકામાં ઘુસી જતા પ્રવાસીઓ સામે દેશનિકાલની કાર્યવાહી મોટાપાયે શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત ન્યૂયોર્ક હવે ગેરકાયદે ઘુસી જતા પ્રવાસીઓને વાઉચર નહીં આપે. ડેમોક્રેટસ મેયર એરિક એડમે પ્રવાસી પરિવારને પ્રીપમેડ ડેબિડ કાર્ડ આપનારા કાર્યક્રમની સમાપ્તની જાહેરાત કરતા આ કાર્યક્રમને સફળ જણાવ્યો હતો. આનાથી ખાદ્ય પદાર્થોની બરબાદી ઓછી થઈ અને. સ્થાનિક અર્થવ્યવસ્થામાં લાખો ડોલરનું રોકાણ થયું.
ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની કથિત ફોન વાતચીત બાદ મેયર એડમ્સે આ નિર્ણય લીધો હતો. એડમ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "જેમ જેમ અમે શરણાર્થી કાર્યક્રમો માટે વધુ સ્પર્ધાત્મક કરાર તરફ આગળ વધીએ છીએ, અમે એક વર્ષનો સમયગાળો સમાપ્ત થયા પછી આ પાયલોટ પ્રોગ્રામ માટે કટોકટીનો કરાર ન કરવાનો નિર્ણય લીધો છે."
વાઉચર પ્રોગ્રામ શું હતો?
અમેરિકના ન્યૂયોર્કે માર્ચ-2024માં આશરે 900 સ્થળાંતરિત પરિવારોને વાઉચર તરીકે 3,000 ડેબિટ કાર્ડ્સ આપવાનું શરૂ કર્યું. આ હેઠળ, દર અઠવાડિયે 350 ડોલર સુધીની કિંમતના કાર્ડ્સ માત્ર ખોરાક અને બાળકના પુરવઠા જેવી આવશ્યક ચીજવસ્તુઓ માટે જ ઉપયોગમાં લેવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા હતા.
જેમ જેમ પાયલોટ પ્રોગ્રામ વિસ્તરતો ગયો તેમ, ખર્ચ વધીને 53 મિલિયન ડોલરથવાનો અંદાજ હતો. ન્યૂયોર્ક સિટીએ વર્ષ-2022 સુધીમાં 20 હજારથી વધુ ઈમિગ્રન્ટ્સનું સ્વાગત કર્યું છે અને તેમાંથી ઘણાને આશરો અને સંસાધનો પૂરા પાડી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીએ વખોડયું હતું
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન સ્થળાંતરિત પરિવારો માટેની આ યોજનાની ખૂબ ચર્ચા થઈ હતી અને ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ તેને મુદ્દો બનાવ્યો હતો. ટીકાકારોએ દલીલ કરી હતી કે શહેર-ફંડવાળા કાર્ડ્સ ઓછી આવક ધરાવતા લોકો માટે સમાન નથી અને સમાન લાભો પૂરા પાડતા નથી. કેટલાક રિપબ્લિકન્સે ચિંતા વ્યક્ત કરી હતી કે ડેબિટ કાર્ડ વધુ બિનદસ્તાવેજીકૃત ઈમિગ્રન્ટ્સને શહેરમાં આકર્ષિત કરશે.
ટ્રમ્પે દેશનિકાલ કાર્યક્રમ પર ચૂંટણી વચન આપ્યું હતું
ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સનો મુદ્દો ઉગ્રતાથી ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ ગેરકાયદેસર રીતે આવતા ઈમિગ્રન્ટ્સને રોકશે. ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર પ્રવક્તાએ કહ્યું છે કે જો ટ્રમ્પ ફરીથી ચૂંટાય છે તો તેઓ તેમના ચૂંટણી વચનને પૂર્ણ કરવા માટે તૈયાર હશે. ટ્રમ્પે વચન આપ્યું છે કે તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી હાંકી કાઢશે.
ડોનાલ્ડ ટ્રમ્પની સમગ્ર રાજકીય કારકિર્દી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સને રોકવા સાથે સંબંધિત છે. તે અમેરિકામાં ઈમિગ્રેશનનો સખત વિરોધ કરે છે. વર્ષ-2016માં રાષ્ટ્રપતિ બન્યા પછી, તેમણે મેક્સિકોથી મોટી સંખ્યામાં અમેરિકન નાગરિકોને પ્રવેશતા રોકવા માટે મેક્સિકો અને અમેરિકાની સરહદ પર દીવાલ બનાવવામાં આવી છે.
ચૂંટણી પ્રચાર દરમ્યાન ટ્રમ્પે પેન્સિલવેનિયામાં પોતાની એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, તેઓ રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો ઈમિગ્રન્ટ વિરોધી કાર્યક્રમ શરૂ કરશે, જેમાં લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા અટકાવવામાં આવશે. તેમજ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની અભિયાન શરૂ કરવામાં આવશે. આની હેઠળ લાખો ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવામાં આવશે.