ફરી એકવાર પાકિસ્તાનમાં બોમ્બ ધડાકા થયા છે. પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન નજીક બોમ્બ વિસ્ફોટ થતા 25 લોકો ઘટનાસ્થળે જ મોતને ભેટયા હતા. જ્યારે અન્ય 45થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે. આ ઘટના બલૂચિસ્તાનમાં અશાંતિમાં વધારો કર્યો છે. આ બોમ્બ બ્લાસ્ટથી રેલવે સ્ટેશનના બુકિંગ ઑફિસમાં ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તેની પહેલા વિસ્ફોટ થયો હતો.  જો કે, મોતનો આંક અને ઘાયલોની સંખ્યા સતત વધી રહી છે.


 

બુકિંગ ઓફિસમાં બોમ્બ વિસ્ફો

મળતી માહિતી અનુસાર, રેલવે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો. દરરોજની જેમ, સ્ટેશન પર લોકોની ભીડને કારણે મોટી સંખ્યામાં જાનહાનિ થવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને બચાવકર્મીઓ વિસ્ફોટના સ્થળે પહોંચી જઈને સઘન તપાસ શરૂ કરી છે. ક્વેટા સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી લાદવામાં આવી છે અને વધારાના તબીબો અને સહાયક સ્ટાફને બોલાવવામાં આવ્યો છે.

પાડોશી દેશ પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમમાં આતંકવાદી હુમલામાં સતત વધારો અને દક્ષિણમાં વધી રહેલા ભાગલાવાદી બળવાથી ઝઝૂમી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, "રેલ્વે સ્ટેશનની અંદર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે પેશાવર જતી એક્સપ્રેસ ટ્રેન તેના ગંતવ્ય માટે રવાના થવાની હતી."

ગુરુવારે પણ વઝીરિસ્તાનમાં વિસ્ફોટ થયો હતો

ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં સુરક્ષાદળોને લઈ જઈ રહેલા વાહનની નજીક રોડ પર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં ચાર અધિકારીઓના મોત થયા હતા અને પાંચ અન્ય ઈજાગ્રસ્ત થયા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના દક્ષિણ વજીરિસ્તાન જિલ્લામાં રોડસાઇડ બોમ્બ વિસ્ફોટ થયો હતો.


  • Follow us on: