• ઈરાને હમાસને સીધી રીતે મદદ કરી હોવાના મળ્યા ઈનપુટ્સ

  • શત્રુ દેશ દ્વારા હમાસને આપવામાં આવી રહી છે ગુપ્ત માહિતી
  • પ્રશિક્ષણ, શસ્ત્રો અને નાણાંની કરાઈ રહી છે સહાય

ઇઝરાયેલે આરોપ લગાવ્યો છે કે ઈરાને 7 ઓક્ટોબરના રોજ થયેલા આતંકવાદી હુમલા પહેલા હમાસને "સીધી રીતે મદદ" કરી હતી અને તે હજુ પણ આતંકવાદી જૂથને ગુપ્ત માહિતી અને ઉશ્કેરણી સાથે મદદ કરી રહ્યું છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સનાં પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે "ઈરાને યુદ્ધ પહેલા હમાસને પ્રશિક્ષણ, શસ્ત્રો, નાણાં અને ટેક્નીકલ જાણકારી સાથે સીધી મદદ કરી હતી."

ઈરાન પર ગંભીર આરોપ

ડેનિયલ હગારીએ ઈરાન પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે "હાલમાં પણ ઇરાન દ્વારા ઇઝરાયેલ સામે ગુપ્ત માહિતી અને ઓનલાઇન ઉશ્કેરણીનાં રૂપમાં હમાસને સહાય ચાલુ રાખવામાં આવી છે". મધ્ય પૂર્વમાં યુએસ ફોર્સની તૈનાતીનાં જવાબમાં તેમણે કહ્યું હતું કે ''તેઓ એ હકીકતને પ્રતિબિંબિત કરે છે કે ઈરાન અને તેના પ્રોક્સીઓ આ ક્ષેત્રને અસ્થિર કરી રહ્યા છે.''

ગાઝામાં વ્યાપક હવાઈ હુમલા

આઈડીએફે જણાવ્યું હતું કે ''ઇઝરાયેલી વાયુસેનાએ છેલ્લા કેટલાક કલાકોમાં ગાઝામાં વ્યાપકપણે હવાઈ હુમલા કર્યા હતા. સૈન્ય પ્રવક્તાનાં જણાવ્યા અનુસાર આ સ્થળોમાં હમાસ ટનલ શાફ્ટ, સૈન્ય મુખ્ય મથક, શસ્ત્રોના વેરહાઉસ, મોર્ટાર લોન્ચર્સ અને એન્ટી-ટેન્ક મિસાઈલ લોન્ચર્સનો સમાવેશ થાય છે.

હમાસનો કમાન્ડર ઠાર

હગારીનાં જણાવ્યા મુજબ ''ઈઝરાયેલની સેનાનાં હવાઈ હુમલાઓમાં હમાસના ખાન યુનિસ બટાલિયનના કમાન્ડર, હમાસ નૌકાદળના ભૂતપૂર્વ વડા તૈસીર મુબશેર પણ માર્યા ગયા હતાં. હગારીએ વધુમાં જણાવ્યું હતું કે મુબાશેરે ઈઝરાયેલ સામે વ્યૂહાત્મક આતંકવાદી હુમલાની યોજના બનાવી હતી અને તે ખાન યુનિસ સેક્ટરમાં હમાસનો મુખ્ય કમાન્ડર હતો.'' આઈડીએફએ મંગળવારે રાતોરાત હમાસના યુદ્ધ રૂમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લશ્કરી હેડક્વાર્ટર સહિત અનેક ઇમરજન્સી ઓપરેશનલ ઉપકરણો પર હુમલો કર્યો હતો.


  • Follow us on: