ઈરાન પર ઈઝરાયલના હુમલાના 24 કલાક બાદ તહેરાનથી તેના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખામેનેઈ વિશે સૌથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ખામેનેઈ વિશેના આ અચાનક સમાચારે સમગ્ર ઈરાનમાં હલચલ મચાવી દીધી છે. એટલું જ નહીં ઈરાન ખામેનીના ઉત્તરાધિકારીની શોધ પણ તેજ કરી દેવામાં આવી છે. જેના કારણે અનેક પ્રકારની આશંકાઓ ઉભી થવા લાગી છે. જો કે, અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાનના 85 વર્ષીય સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનેઈ ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. તેથી તેના ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે. આમાં તેમના બીજા મોટા પુત્રનું નામ મોખરે છે.


ઉલ્લેખનીય છે કે, ઈરાનના સર્વોચ્ચ નેતા એવા અલી ખામેનેઈ વિશેના આ અહેવાલ તહેરાન પર ઈઝરાયલના હુમલાના એક દિવસ બાદ આવ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ ગંભીર રીતે બીમાર હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ખામેનેઈ પછી તેઓના બીજા મોટા પુત્ર મોજતબા ખામેનેઈને તેમના ઉત્તરાધિકારી બનાવવામાં આવી શકે છે. શનિવારે એક રિપોર્ટમાં આ મોટો ખુલાસો થયો છે. અહેવાલમાં જણાવાયું છે કે ખામેનેઈની ગંભીર તબીબી સ્થિતિએ તેમના ઉત્તરાધિકાર માટે "શાંત યુદ્ધ" ઉભું કર્યું છે. તેણે એમ પણ કહ્યું હતું કે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ પાસે આયાતુલ્લાહનું સ્થાન કોણ લેશે તે નક્કી કરવાનો અધિકાર હશે.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું થોડા મહિના અગાઉ મોત થયું હતું

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મે મહિનામાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના પૂર્વ ઈરાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું મોત થયું હતું. ત્યારબાદથી ખામેનેઈના ઉત્તારધિકારીને લઈ ચિંતા વધી ગઈ હતી. હવે ખામેનેઈ ગંભીર રીતે બીમાર થવાની ખબરો વચ્ચે તેઓના પુત્રને સર્વોચ્ચ નેતા તરીકે ઉત્તરાધિકારી બનવાની શક્યતા દર્શાવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ખામેનેઈએ વર્ષ-1989માં રુહુલ્લાહ ખુમૈનીના મોત પછી ઈરાનના સર્વોચ્ચત નેતા તરીકે કાર્ય કરી રહ્યા છે. આ પદવી ધારણ કરનાર તેઓ પ્રથમ વ્યકિત છે.

  • Follow us on: