તાજેતરમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે હુમલાની આપ-લે થતી રહી છે. જેના લીધે ઈરાને પોતાના અસ્તિત્વ પર ખતરો જાણ્યો છે. જે બાદ ઈરાનના ટોચના વિદેશી નીતિ સલાહકારે કહ્યું કેસ અણારી પાસે અગાઉથી હથિયાર બનાવવાની ટેક્નિક છે, ધાર્મિક આદેશ જ અણને આવું કરતા રોકી રહી છે. ઈઝરાયલના હુમલા પછી ઈરાની અધિકારીએ પરમાણુ બોમ્બને લઈ જાહેર નિવેદન કર્યું છે. ઈરાન પર ખતરો આવશે તો ઈરાન પોતાના આ પ્લાનથી દુનિયાને ડરાવશે.
ઈરાનના ટોચના વિદેશ નીતિ સલાહકારે પોતાના નિવેદનથી આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ઈરાન પર ઈઝરાયલના હુમલા બાદ પહેલાથી જ બધાને ડર હતો કે ઈરાન કંઈક ખરાબ કરશે, હવે આ ડર વધુ વધી ગયો છે. વિદેશ નીતિ સલાહકાર ડૉ.કમલ ખરરાર્જીએ કહ્યું છે કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા સક્ષમ છે. આમાં જે અડચણ બની રહી છે તે છે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખમેનીએ વર્ષ-2010માં આપેલો ફતવો છે.
ઈરાનના સર્વોચ્ચ નેતાએ ફતવો આપ્યો છે કે ઈરાન એવા હથિયાર નહીં બનાવે જે માનવ સમાજ માટે વિનાશક હોય. ભૂતપૂર્વ વિદેશ પ્રધાન કમલ ખરરાર્જીએ જણાવ્યું હતું કે, “જો ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન અસ્તિત્વ માટેના જોખમનો સામનો કરે છે, તો અમારી પાસે અમારા લશ્કરી સિદ્ધાંતને બદલવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.
ઈરાન પાસે પરમાણુ ક્ષમતા
ખરરાર્જીએ કહ્યું કે અમારી પાસે અગાઉથી જ શસ્ત્રો બનાવવાની ટેક્નોલોજીકલ ક્ષમતા છે, માત્ર ધાર્મિક વ્યવસ્થા અમને આમ કરવાથી રોકી રહી છે. ખરરાર્જી વિદેશી સંબંધો પર વ્યૂહાત્મક પરિષદના વડા છે અને અગાઉ સંકેત આપી ચૂક્યા છે કે ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવવાના તેના વિરોધને છોડી શકે છે, પરંતુ 26 ઑક્ટોબરે ઈરાન પર ઈઝરાયલના હવાઈ હુમલા પછી આ તેમની પ્રથમ જાહેર ટિપ્પણી છે.
ખરાર્જીનું નિવેદન મહત્વનું છે
ખરાર્જીનું નેતૃત્વ કરતી સંસ્થાના સભ્યોની પસંદગી સર્વોચ્ચ નેતા ખામેની પોતે કરે છે. આ સભ્યો સીધો સુપ્રીમ લીડરને રિપોર્ટ કરે છે. તેના અહેવાલો અને નિવેદનો ઘણીવાર દેશમાં નીતિગત ફેરફારોની આગાહી કરે છે.
વર્ષ-2010માં ઈરાનમાં ફતવો જાહેર થયો હતો
વર્ષ-2010માં ઈરાન દેશના સુપ્રીમ નેતા તરફથી એક ફતવો જાહેર કરવામાં આવ્યો હતો. ઈરાન પરમાણુ બોમ્બ સહિત સામૂહિક વિનાશના તમામ હથિયાર નહિ બનાવે. જે બાદ આવા હથિયારો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં ઈરાને પોતાનો મિસાઈલ પ્રોગ્રામ મજબૂત કર્યો છે. હવે ઈરાની અધિકારી સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે કે, ઈરાનન અસ્તિત્વ પર ખતરો આવતા તે સુપ્રીમ નેતાના ફતવાને છોડી શકે છે.